Get The App

'લોકોની જિંદગીનો સવાલ છે...' હેલ્મેટ મુદ્દે લાચાર દેખાતી સરકાર પર ભડકી ગુજરાત હાઈકોર્ટ

Updated: Oct 12th, 2024


Google NewsGoogle News
Gujarat-High-Court


Gujarat High Court: પાંજરાપોળથી આઈઆઈએમ સુધી ફ્લાય ઓવરના સૂચિત પ્રોજેકટ, ટ્રાફિક અને વધતા જતા અકસ્માતો મુદ્દે ગુજરાત હાઇકોર્ટ ફરી ટકોર કરી હતી. જાહેરહિતની રિટ અરજીમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે હેલ્મેટના કાયદાની ચુસ્ત અમલવારી નહીં થતાં શુક્રવારે (12મી ઓક્ટોબર) ફરી એકવાર રાજ્ય સરકાર પરત્વે ભયંકર નારાજગી વ્યકત કરી હતી. તેઓએ માર્મિક ટકોર કરી હતી કે, 'હેલ્મેટના કાયદાનું પાલન કરાવવામાં સરકારની સ્પષ્ટ લાચારી અને વિવશતા જણાય છે.' જો કે, સરકારે સ્પષ્ટ કર્યું હતું કે, આ મામલે ગંભીર છે પરંતુ હાલ તહેવારોને ધ્યાનમાં રાખીને કોઈ આકરી કાર્યવાહી કરાતી નથી. તેમછતાં દંડની વસૂલાત અને ઈ ચલણની કામગીરી ચાલુ છે.

કોર્પોરેશનો, સરકારી-જાહેર સાહસોના કર્મીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરાશે

ગુજરાત સરકાર તરફથી હાઈકોર્ટને બહુ મહત્ત્વના ડેવલપમેન્ટની જાણ કરાઈ હતી કે, 'સરકારી સંસ્થાઓ, કોર્પોરેશનો, જાહેર સાહસો અને વિભાગોના કર્મચારીઓ માટે પણ હેલ્મેટ ફરજિયાત કરવા બાબતે આગામી દિવસોમાં પરિપત્ર કરવામાં આવશે. હેલ્મેટ પહેરવા બાબતે સરકાર અને ઓથોટીરી જાગૃતતા લાવવાના પ્રયાસો પણ કરી રહ્યા છે. જેના ભાગરૂપે સરકારી તિજોરીમાંથી એક હજાર હેલ્મેટ ખરીદીને નાગરિકોને અપાયા છે. ગરબા આયોજનોની બહાર પણ લોકોને હેલ્મેટ અપાયા છે.

સરકારના આ દાવાથી ચીફ જસ્ટિસ ભારે નારાજ

ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે સરકારના આ દાવાથી સંતોષ માન્યો ન હતો અને ભારે નારાજગી વ્યકત કરતાં જણાવ્યું હતું કે, 'હજુ પણ હેલ્મેટના નિયમનું જોઈએ તેવું પાલન થતુ નથી. એવી ટેકનોલોજી અપનાવો કે, જો કોઈ ટુ વ્હીલર ચાલક હેલ્મેટ વગર પસાર થતા હોય અને ટ્રાફિક કેમેરામાં ઝડપાય તો, તરત જ સીધુ દંડ માટેનું ઈ ચલણ જારી થઈ જાય અને આવા કેમેરા માત્ર મુખ્ય જંક્શન પર જ નહીં, પરંતુ શહેરનાં તમામ માર્ગો અને સ્થળો પર હોવા જોઈએ. બીજા રાજ્યોમાં ટ્રાફિક નિયમોનો કેવી રીતે અમલ કરાય છે..? તેનો અભ્યાસ કરો અને કંઈ અલગ વિચારો.'

આ પણ વાંચો: 30% ધારાસભ્યોના પત્તાં કપાશે, ભાજપ આ રાજ્યમાં પણ હરિયાણાનો 'હિટ ફોર્મ્યૂલા' અપનાવશે


હાઇકોર્ટે વધુમાં જણાવ્યું કે, અમે જોયુ છે કે, હજુ પણ કોઈ હેલ્મેટ પહેરતુ નથી. જો સરકાર પોતે લાચાર હોય તો અદાલત કંઈ જાતે રસ્તા પર જઈને કામ કરવાની નથી. આ સમગ્ર મામલામાં સરકારની લાચારી- વિવશતા જણાય છે.આ નાગરિકાની જીંદગીનો સવાલ છે એમ કહી ખંડપીઠે નાગરિકોની જીવન સુરક્ષાને લઈને પણ ચિંતા વ્યકત કરી હતી.

આ મહિનામાં રોડ-રસ્તાઓનું પેચ વર્કનું કામ પૂર્ણ કરવા ટકોર

ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓને આ મહિનો પૂરો થતાં સુધીમાં રોડ-રસ્તાઓનું પેચવર્કનું કામ પૂર્ણ કરી દેવા બાબતે પણ મહત્ત્વની ટકોર કરી હતી. ખંડપીઠે જણાવ્યું કે, 'શહેરના રોડ-રસ્તાઓ રીપેર થવા જ જોઇએ. કોર્ટ સહાયકે પણ અદાલતનું ધ્યાન દોર્યું કે, ખુદ યુવા વકીલો અને સ્વયંસેવકોએ તપાસ કરી તો કેટલાક સ્થળોએ પેચવર્કની કવોલિટી યોગ્ય નહીં હોવાનું જણાયુ છે, તેથી કવોલિટી પર ભાર મૂકવાની જરૂર છે.'

'લોકોની જિંદગીનો સવાલ છે...' હેલ્મેટ મુદ્દે લાચાર દેખાતી સરકાર પર ભડકી ગુજરાત હાઈકોર્ટ 2 - image


Google NewsGoogle News