ગુજરાત હાઈકોર્ટે પોલીસનો ઉધડો લીધો : ઈ-મેલમાં એટેચમેન્ટ જ ખોલ્યું નહીં, કેદીને જામીન મળવા છતાં 3 વર્ષ જેલમાં રહેવું પડ્યું

ગુજરાત હાઇકોર્ટે આરોપીને એક લાખ રૂપિયાનું વળતર ચૂકવા માટે પણ કર્યો આદેશ

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News


ગુજરાત હાઈકોર્ટે પોલીસનો ઉધડો લીધો : ઈ-મેલમાં એટેચમેન્ટ જ ખોલ્યું નહીં, કેદીને જામીન મળવા છતાં 3 વર્ષ જેલમાં રહેવું પડ્યું 1 - image

Gujarat Jail Fails To Open Bail Order In Email : ગુજરાતમાં એક આરોપીને 3 વર્ષ પહેલા જ જામીન મળી ગયા છતાં તેને જેલમાં રાખવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા થયેલી આ લાપરવાહી પર ગુજરાત હાઇકોર્ટ દ્વારા કડક વલણ દાખવામાં આવ્યું હતું. મામલો કંઈક એ રીતનો છે કે એક વ્યક્તિ કે જેની જામીન અરજી 2020માં જ મંજૂર થઇ ગઈ હતી તેમ છતાં પોલીસ અધિકારીની બેદરકારીનો આ વ્યક્તિ ભોગ બન્યો હતો. પોલીસ અધિકારીને કોર્ટ દ્વારા જામીનની અરજી ઇમેલમાં મોકલવામાં આવી હતી તે પોલીસ અધિકારીના ધ્યાને ના આવતા આ મામલો સર્જાયો હતો. (Chandanji Thakor V. State Of Gujarat case)

આરોપીને મળ્યું એક લાખનું વળતર 

આ મામલાને ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યો અને આરોપી ચંદાજી ઠાકોરને 1 લાખ રૂપિયાનું વળતર ચૂકવાનો આદેશ આપ્યો હતો. આ વળતર રાજ્યસરકાર દ્વારા ચૂકવામાં આવશે તેવું એ આદેશમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.    

પોલીસ અધિકારીઓની બેદરકારી સામે કોર્ટનું કડક વલણ 

ગુજરાત હાઇકોર્ટે આ મામલે આદેશ કરતા જણાવ્યું હતું કે, કોર્ટની રજિસ્ટ્રીએ અરજદારને નિયમિત જામીન પર મુક્ત કરવા અંગે જેલ સત્તાધીશોને સ્પષ્ટપણે જાણ કરી હતી. આ અંગે એવું પણ નથી બન્યું કે જેલ સત્તાવાળાઓને આવો ઈ-મેઈલ મળ્યો ન હતો. કોરોનાની મહામારીના પગલે કોર્ટ દ્વારા જામીન અરજીની મંજૂરી ઈમેલ કરાય હતી,  ઈ-મેલ મળ્યા હોવા છતાં તેને ખોલવામાં જેલ સત્તાધીશો અસમર્થ રહ્યા હતા. કોર્ટે કહ્યું, હાલનો કેસ એક ઉદાહરણરૂપી કિસ્સો છે જેમાં જામીન મળવા છતાં લગભગ ત્રણ વર્ષ જેલમાં વિતાવનાર કેદીની દુર્દશાને ધ્યાનમાં રાખીને, તેને 14 દિવસની અંદર વળતર ચુકવવા માટે કોર્ટ આદેશ કરે છે. આરોપી હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો.


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.


Google NewsGoogle News