Get The App

નિર્દોષ વ્યક્તિને લાત મારવી પીઆઈને ત્રણ લાખમાં પડી, હાઈકોર્ટે અધિકારીને બરાબરના તતડાવ્યા

Updated: Sep 18th, 2024

GS TEAM


Google News
Google News
નિર્દોષ વ્યક્તિને લાત મારવી પીઆઈને ત્રણ લાખમાં પડી, હાઈકોર્ટે અધિકારીને બરાબરના તતડાવ્યા 1 - image


Gujarat High Court News : અવાર-નવાર તમે પોલીસની દાદાગીરીના કિસ્સા સાંભળ્યા હશે અથવા તો જોયા હશે. જેમાં મોટાભાગે પોલીસકર્મીઓ સત્તાનો દુરઉપયોગ કરીને રોફ બતાવવા હોય છે, અથવા તો પછી ગમે તેની સાથે મારઝૂડ કરતા હોય છે. ત્યારે ઘણીવાર અનેક નિર્દોષો આવા પોલીસકર્મીઓનો ભોગ બને છે. આ નિર્દોષ લોકોમાં કાયદાકીય જ્ઞાનનો અભાવ અને બિનજરૂરી માથાકૂટમાં પડવા ન માંગતા હોવાથી આવા પોલીસકર્મી સત્તાનો દુરઉપયોગ કરી અત્યાચાર ગુજારતા હોય છે. ત્યારે સુરતના એક વકીલ સાથે પીઆઇને દાદાગીરી કરવી ભારે પડી પડી ગઇ છે. ગુજરાત હાઇકોર્ટે આ પોલીસકર્મીને એવો પાઠ ભણાવ્યો છે કે કોઇની સાથે દાદાગીરી કરતાં સો વાર વિચાર કરશે. 

વાત જાણે એમ છે કે સુરતના ડિંડોલી વિસ્તારમાં એડવોકેટ હિરેન નાઈ મિત્રો સાથે પોતાની કારમાં બેઠા હતા. ત્યારે આ ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.જે. સોલંકીએ પૂછ્યા વિના એડવોકેટને સીધી લાત મારી અપશબ્દો ઉચ્ચાર્યા હતા. આ ઉપરાંત પીઆઇએ એડવોકેટને નાર્કોટિક્સના ખોટા કેસમાં અંદર કરી દેવાની ધમકી પણ ઉચ્ચારી હતી. 

જેથી નજીકના પોલીસ સ્ટેશનમાં જઇને ફરિયાદી કાયદેસરની કાર્યવાહી કરવાનું નક્કી કર્યું, પરંતુ પોલીસ સ્ટેશનમાં તેમની પોલીસ ફરિયાદ લેવામાં આવી નહી. જેથી અંતે એડવોકેટ હિરેન નાઈએ કોર્ટનો સહારો લીધો અને કોર્ટમાં અરજી કરી હતી.

આ પણ વાંચો: ભાદરવી પૂનમના મેળામાં શ્રદ્ધાળુઓની સંખ્યા 45 લાખથી ઘટીને 27 લાખ થઈ, સોનાના દાનમાં પણ ધરખમ ઘટાડો

ત્યારબાદ સુનાવણી દરમિયાન ફરિયાદી વકીલે હાઇકોર્ટમાં ઘટનાની રાતના ફૂટેજ પણ બતાવ્યા હતા, આ ઘટનાની નોંધ લેતાં ગુજરાત હાઇકોર્ટે કોઇપણ કારણ કે ગુના વિના નિર્દોષ વ્યક્તિને લાત મારનાર પી.આઇ એચ.જે.સોલંકીને 3 લાખનો દંડ ફટકારી પાઠ ભણાવ્યો હતો. 

કોર્ટમાં અરજીની સુનાવણી દરમિયાન જજે ટકોર કરી હતી કે, કોઇપણ ગુના વિના ખોટી રીતે લાત મારવી કેટલી મોંઘી પડી શકે છે, તે પી.આઇને આજીવન યાદ રહેવું. કદાચ ખરેખર કોઇ ગુનાનો આરોપી હોય તો પણ તેને લાત મારી શકાય નહી. ભવિષ્યમાં પણ કોઇ વ્યક્તિ પર હાથ કે પગ ઉપાડતાં પહેલાં દંડ યાદ આવશે.

આ પણ વાંચો: ભાજપ સરકારે અંબાજીના ભક્તોને પણ ન છોડ્યા, સરકારી કાર્યક્રમમાં બસ ફ્રી, ગબ્બર જવું હોય તો વધુ ભાડું

જજે પી.આઇનો ઉઘડો લેતાં કહ્યું હતું કે તમારી પાસે છે એટલે શું તમે હીરો બનીને ફરશો? ગમે તે વ્યક્તિને ગુના વિના મારવાના?  આવા પી.આઇ સામે સરકાર પગલાં કેમ નથી લેતી? સુનાવણી દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારીને જવાબ માંગ્યો હતો કે પીઆઇ સામે શું પગલાં લેશો, તે અંગે સૂચના આપવાની રહેશે. 

Tags :