Get The App

ગુજરાતના હાઈકોર્ટના ચીફ જસ્ટિસના બે મોબાઈલ ચોરાયા, લગ્નમાં સામેલ થવા ગયા ત્યારે બની ઘટના

Updated: Jan 30th, 2025


Google News
Google News
Gujarat High Court Chief Justice Mobile Theft


Gujarat High Court Chief Justice Mobile Theft: લગ્ન, બજાર, ઉદ્યાનો વગેરેમાં સામાન્ય લોકોના મોબાઈલ ફોન ચોરાઈ જવા એ સામાન્ય બાબત છે. પરંતુ ક્યારેક VIP લોકો પણ તેનો ભોગ બને છે. તાજેતરનો કિસ્સો ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસનો છે, જેમના બે મોબાઈલ ફોન દહેરાદૂનમાં ચોરાઈ ગયા હતા. મસૂરી રોડ પર એક લગ્ન સમારોહ દરમિયાન ચોરી થઈ હતી. રજિસ્ટ્રાર જનરલે પોલીસમાં ફરિયાદ નોંધાવી. જે બાદ રાજપુર પોલીસ સ્ટેશને કેસની તપાસ શરૂ કરી છે.

બે આઈફોન ચોરાઈ ગયા

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ 26મી જાન્યુઆરીએ દેહરાદૂનના માલસીમાં ન્યુ મસૂરી રોડ પર ફૂટહિલ ગાર્ડનમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા. લગ્ન સ્થળે સાંજે 4.45થી 5.15 વાગ્યાની વચ્ચે તેમના બે આઈફોન ચોરાઈ ગયા હતા. આમાંથી એક ફોન મુખ્ય ન્યાયાધીશના નામે અને બીજો રજિસ્ટ્રાર જનરલની ઓફિસ દ્વારા ખરીદવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: લાલ બત્તી સમાન કિસ્સો : બોયફ્રેન્ડની વાતમાં આવી અમદાવાદની સગીરાએ પોતાના ઘરમાં ચોરી કરી


રાજપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીડી ભટ્ટે જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટ અમદાવાદના રજિસ્ટ્રાર જનરલ મૂળચંદ ત્યાગીએ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે અજાણ્યા આરોપીઓ સામે ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી તરફ, ચીફ જસ્ટિસના ફોન ચોરીની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ તપાસ દરમિયાન ચોરને શોધી શકાયો ન હતો. નજીકના સીસીટીવી ફૂટેજ સ્કેન કરવાની સાથે, પોલીસ સર્વેલન્સ દ્વારા મોબાઇલ ચોરને પણ શોધી રહી છે.

ગુજરાતના હાઈકોર્ટના ચીફ જસ્ટિસના બે મોબાઈલ ચોરાયા, લગ્નમાં સામેલ થવા ગયા ત્યારે બની ઘટના 2 - image

Tags :
Gujarat-High-Courtdehradunchief-justice-sunita-agarwaluttarakhand-police

Google News
Google News