Get The App

'કાલે સોગંદનામું રજૂ કરો', ઢોર પકડ પાર્ટીના અધિકારીઓ પર હુમલા મામલે હાઈકોર્ટનો પોલીસને આદશે

હાઈકોર્ટે અધિકારીઓની સુરક્ષા મામલે સરકારને સવાલો કર્યા હતા

અધિકારીઓને માર મારવામાં આવ્યો તે અયોગ્ય : હાઈકોર્ટ

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
'કાલે સોગંદનામું રજૂ કરો', ઢોર પકડ પાર્ટીના અધિકારીઓ પર હુમલા મામલે હાઈકોર્ટનો પોલીસને આદશે 1 - image


Gujarat high court on stray cattle and dilapidated roads : હાઈકોર્ટમાં આજે રખડતા ઢોર મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઢોર પકડ પાર્ટીના અધિકારીઓ પર થયેલા હુમલા પર હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે સરકારને પૂછ્યું હતું કે અધિકારીઓ પર હુમલાની ઘટનામાં શું કાર્યવાહી કરી છે.

હાઈકોર્ટે સરકારને સવાલો કર્યા

હાઈકોર્ટમાં રખડતા ઢોર મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સરકારને કેટલાક સવાલો પણ કર્યા હતા જેમાં થોડા દિવસો પહેલા અમદાવાદ કોર્પોરેશનના ઢોર પકડ પાર્ટીના અધિકારીઓ પર જે હુમલાની બે ઘટના બની હતી તેના પર શું કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત હાઈકોર્ટે વધુમાં કહ્યું કે આ અધિકારીઓને જે રીતે માર મારવામાં આવ્યો તે અયોગ્ય છે. જેના જવાબમાં કહ્યું હતું કે પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે જે સ્થળે બનાવો બન્યા છે ત્યા પોલીસ કર્મીઓને તેનાત કરવામાં આવી છે જેથી આવી ઘટના બીજીવાર ન બને.

એડવોકેટ જનરલે કોર્ટમાં બાહેંધરી આપી

રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલે કોર્ટમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે અને આગળ પણ કરવામાં આવશે તેવી બાહેંધરી આપી હતી. આ ઉપરાંત 8 મનપા અને નગરપાલિકાઓમાં કરાયેલી કામગીરી મામલે એડવોકેટ જનરલ કોર્ટમાં માહિતી આપી હતી. અધિકારીઓની સુરક્ષા મામલે પોલીસને સોગંદનામુ રજૂ કરવા હાઇકોર્ટે આદેશ કર્યો હતો. એડવોકેટ જનરલે કહ્યું હતું કે રાજ્યમાં થયેલી કામગીરીનો 15 હજાર પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો છે. બીજી બાજુ હાઇકોર્ટે કહ્યું કે જો અધિકારીઓની ઈચ્છા શક્તિ હોય તો બધુ શક્ય છે અને બધુ થઈ શકે છે.

'કાલે સોગંદનામું રજૂ કરો', ઢોર પકડ પાર્ટીના અધિકારીઓ પર હુમલા મામલે હાઈકોર્ટનો પોલીસને આદશે 2 - image


Google NewsGoogle News