Get The App

ગુજરાતમાં દર 1 લાખની વસતીએ સરેરાશ માત્ર 124 પોલીસકર્મી, કાયદો-વ્યવસ્થા કથળવાનું આ પણ કારણ

Updated: Feb 5th, 2025


Google NewsGoogle News
Gujarat Police


Gujarat Police: ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વારંવાર કથળવાને મામલે વસતીની સરખામણીએ ઓછી પોલીસ પણ મહત્ત્વનું પરિબળ છે. ગુજરાતમાં પ્રતિ 1 લાખની વસતીએ માત્ર 124 પોલીસ હોવાનું સામે આવ્યું છે. 

ગુજરાતમાં દર 1 લાખની વસતીએ સરેરાશ માત્ર 124 પોલીસકર્મી, કાયદો-વ્યવસ્થા કથળવાનું આ પણ કારણ 2 - image

વસતીની સરખામણીએ પોલીસનું ઓછું પ્રમાણ હોય તેવા રાજ્યોમાં બિહાર 81.49 સાથે સૌથી તળિયે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ 101.13, રાજસ્થાન 118.18, ઓડિશા 120.58, મધ્ય પ્રદેશ 123.84 સાથે સૌથી ઓછી પોલીસ છે. વસતીની સરખામણીએ સૌથી ઓછી પોલીસ હોય તેવા મોટા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને છે. 

ગુજરાતમાં દર 1 લાખની વસતીએ સરેરાશ માત્ર 124 પોલીસકર્મી, કાયદો-વ્યવસ્થા કથળવાનું આ પણ કારણ 3 - image

વસતની સરખામણીએ ઓછી પોલીસ મામલે ગુજરાતની સ્થિતિ અન્ય કેટલાક મોટા રાજ્ય કરતાં પણ બદતર હાલત છે. પ્રતિ 1 લાખની વસતીએ કર્ણાટકમાં 150.95, કેરળમાં 150.68, મહારાષ્ટ્રમાં 136.83, ઉત્તર પ્રદેશમાં 135.39 જેટલી પોલીસનું પ્રમાણ છે. ગુજરાતમાં વર્ષ 2021માં 1 લાખની વસતીની સરખામણીએ 133 પોલીસ હતા અને હવે તેમાં બે વર્ષથી ઘટાડો થઈ રહ્યો છે.

ગુજરાતમાં દર 1 લાખની વસતીએ સરેરાશ માત્ર 124 પોલીસકર્મી, કાયદો-વ્યવસ્થા કથળવાનું આ પણ કારણ 4 - image


Google NewsGoogle News