ભરતીને લઈને મોટા સમાચાર: ઉ.માધ્યમિક અને માધ્યમિક શિક્ષણ સહાયક માટે આ તારીખે થશે જાહેરાત

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
ભરતીને લઈને મોટા સમાચાર: ઉ.માધ્યમિક અને માધ્યમિક શિક્ષણ સહાયક માટે આ તારીખે થશે જાહેરાત 1 - image
                                                                                                                            Image: Freepik

Government Job Recruitment: ગુજરાતી શાળાઓમાં શિક્ષકની ભરતી અંગે રાજ્ય સરકારે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની જાહેરાત કરવામાં આવશે. બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે આગામી 25 સપ્ટેમ્બરે જાહેરાત કરવામાં આવશે. તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયક માટેની જાહેરાત આગામી 10 ઓક્ટોબરે કરવામાં આવશે.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આચાર્ય, જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવે છે. જે હેઠળ ગત તારીખ 1 ઓગસ્ટ, 2024 ના દિવસે આચાર્ય તેમજ અંદાજિત 4000 જેટલાં જૂના શિક્ષકો માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ટ્રક ભરીને 200 કિલો ગાંજો ગુજરાતમાં ઘૂસાડાયો: અમદાવાદના ગોડાઉનમાં ત્રાટકી ક્રાઇમ બ્રાન્ચ, સાતની ધરપકડ

રાજ્ય સરકાર દ્વારા આ મહિને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક સહાયક તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત કરવામાં આવશે. 



Google NewsGoogle News