Get The App

ગુજરાત સરકારની નવી ટેક્સ્ટાઇલ પોલિસી જાહેર: સાત ટકા સબસિડી સહિત ચાર મોટી જાહેરાત

Updated: Oct 15th, 2024


Google NewsGoogle News
ગુજરાત સરકારની નવી ટેક્સ્ટાઇલ પોલિસી જાહેર: સાત ટકા સબસિડી સહિત ચાર મોટી જાહેરાત 1 - image


New Textile Policy Gujarat: દેશના ટેક્સ્ટાઈલ બિઝનેસમાં 25 ટકા હિસ્સો ધરાવતા અગ્રણી ગુજરાતની ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપતી અનેક મોટી જાહેરાતો કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ટેક્સ્ટાઈલ પોલિસી હેઠળ 10થી 35 ટકા સુધીની કેપિટલ સબસિડી ઉપરાંત પાવર સબસિડી સહિતના લાભો માટે 5592 જેટલા ઈન્ડસ્ટ્રીયલ યુનિટ માટે રૂ. 1107 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું છે.

ટેક્સ્ટાઈલ પોલિસી હેઠળ કરાયેલા ફેરફારો

કેપિટલ સબસિડીઃ ટેક્સ્ટાઈલ ઈન્ડસ્ટ્રીને eFCI ના 10 ટકાથી 35 ટકા સુધીની કેપિટલ સબસિડી મળશે. જેમાં તાલુકાની શ્રેણી અને કામગીરીના આધારે મહત્તમ રૂ.100 કરોડની કેપિટલ સબસિડી મળવાપાત્ર રહેશે.

વ્યાજ પર સબસિડીઃ ક્રેડિટ-લિંક્ડ ઈન્ટરેસ્ટ સબસિડી હેઠળ પ્રદાન કરવામાં આવતી નાણાકીય સહાય eFCI (એલિજેબલ ફિક્સ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ)ના 5 ટકાથી વધારી 7 ટકા કરવામાં આવી છે. જેની મુદ્દત 5થી 8 ટકા રહેશે. 

વીજ ટેરિફ પર સબસિડીઃ ટેક્સ્ટાઈલ યુનિટને માન્ય કામગીરી માટે પાવર ટેરિફ સબસિડી મળશે. જેમાં પાંચ વર્ષ માટે DoCPમાંથી ઓપન એક્સેસ મારફત ડિસ્કોમ તથા રિન્યુએબલ પાવર હેઠળ રૂ. 1 પ્રતિ યુનિટ (kWh) ના દરે વીજ પ્રાપ્ત કરી શકશે.

પે રોલ પર સહાયઃ પગાર પેટે કામગીરી અને કામદારોની શ્રેણીના આધારે પ્રતિ મહિલા કામદારને રૂ. 3000થી 5000 અને પ્રતિ પુરૂષ કામદારને રૂ. 3000થી રૂ. 2000 નાણાકીય સહાય દરમહિને સરકાર તરફથી આપવામાં આવશે.

આ પણ વાંચોઃ દેશના સૌથી મોટા ડિજિટલ રેકેટનો પર્દાફાશ: દરરોજના બે કરોડ રૂપિયા પડાવતા હતા, 17ની ધરપકડ

30000 કરોડનું રોકાણ આકર્ષિત કરવાની યોજના

2019માં જાહેર થયેલી ટેક્સ્ટાઈલ પોલિસીની મુદત 2023માં પૂર્ણ થઈ હતી. જેના લીધે નવી ટેક્સ્ટાઈલ પોલિસી જાહેર કરવામાં આવી છે. નવી પોલિસીમાં કરાયેલા ફેરફારોના આધારે રાજ્ય સરકાર ઈન્ડસ્ટ્રીમાં રૂ. 30000 કરોડનું રોકાણ આકર્ષિત કરવાની યોજના ધરાવે છે. અગાઉ જૂની પોલિસી હેઠળ રૂ. 35 હજાર કરોડનું રોકાણ થયું હતું. ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવી ટેક્સ્ટાઈલ પોલિસી જાહેર કરવાની સાથે જીઆઈડીસીના 564 કરોડના વિવિધ વિકાસ કામોનું આજે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં 5500 યુનિટ્સને રૂ. 1 હજાર કરોડથી વધુની નાણાકીય સહાય આપવામાં આવી છે.

કેપિટલ સબસિડીમાં નોંધપાત્ર ફેરફારથી થશે લાભ

કેપિટલ સબસિડીમાં નોંધપાત્ર ફેરફારથી ટેક્સ્ટાઈલ કંપનીઓ અને વેપારીઓને લાભ થશે. તેમના રોકાણ ખર્ચ પર રાજ્ય સરકાર દ્વારા સીધી નાણાકીય સહાય પ્રાપ્ત થશે. ઉદાહરણ તરીકે જો ટેક્સ્ટાઈલ આંત્રપ્રિન્યોર બિઝનેસમાં રૂ. 100નું રોકાણ કરશે, તો તેને સબસિડી પેટે સરકાર દ્વારા રૂ. 40 આપવામાં આવશે, જેનાથી તેના મૂડી ખર્ચમાં ઘટાડો થશે.

ગુજરાત સરકારની નવી ટેક્સ્ટાઇલ પોલિસી જાહેર: સાત ટકા સબસિડી સહિત ચાર મોટી જાહેરાત 2 - image


Google NewsGoogle News