Get The App

ગુજરાત સરકારનો યુ-ટર્નઃ સ્કૂલો અપ્રિલથી શરૂ ન કરવાનો પોતાનો જ ઠરાવ કર્યો રદ

Updated: Apr 10th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાત સરકારનો યુ-ટર્નઃ સ્કૂલો અપ્રિલથી શરૂ ન કરવાનો પોતાનો જ ઠરાવ કર્યો રદ 1 - image
File Photo

Gujarat News: શાળા શિક્ષણમાં આગળ રહેવાની વાતો કરતી રાજ્ય સરકાર અંતે શૈક્ષણિક સત્રમાં એકસૂત્રતતા જાળવવાની વાતોમાં પાછળ સાબિત થઈ છે. કારણકે CBSE બોર્ડ અને અન્ય બોર્ડની સ્કૂલો સાથે એપ્રિલમાં જ ગુજરાત બોર્ડનું પણ નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવા માટે 4 ફેબ્રુઆરી 2020 ના દિવસે શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ કરવામા આવ્યો હતો.જો કે ત્યારબાદ કોરોનોને લીધે અમલ થઈ શક્યો ન હતો પરંતુ ત્યારબાદ પણ અમલ થયો ન હતો અને પાંચ વર્ષથી અમલ જ ન થઈ શકતા અંતે સરકારે પોતાનો જ ઠરાવ રદ કરી દીધો છે. આમ હવે ગુજરાત બોર્ડની સ્કૂલોનું નવુ શૈક્ષણિક સત્ર જૂનથી જ શરૂ થશે. 

આ પણ વાંચોઃ BBA એન્ટ્રન્સ પરીક્ષાના પરિણામમાં ધો.12ના બોર્ડના માર્કસનું મૂલ્યાંકન કરવા માંગ : વડોદરામાં NSUI દ્વારા આંદોલનની ચીમકી

તમામ સ્કૂલોમાં એકસૂત્રતા જળવાય તે માટે લીધો નિર્ણય

ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળની રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં વર્ષોથી જૂનથી નવું શૈક્ષણિક વર્ષ શરૂ કરવાની પેટર્ન છે. જ્યારે CBSE બોર્ડ તેમજ અન્ય બોર્ડ એપ્રિલથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય છે. આમ વિદ્યાર્થીઓને બોર્ડ બદલથી વખતે તેમજ પ્રવેશ પ્રક્રિયાથી માંડી અન્ય ઘણી બાબતો મુશ્કેલી પડતી હોય છે. જેથી રાજ્યમાં આવેલી તમામ બોર્ડની તમામ સ્કૂલોમાં શૈક્ષણિક વર્ષ શરૂ થવામા એક સૂત્રતા જળવાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા 4 ફેબ્રુઆરી 2020ના રોજ ગુજરાત બોર્ડની સ્કૂલોમાં નવું શૈક્ષણિક વર્ષ એપ્રિલથી શરૂ કરવાનો ઠરાવ કર્યો હતો. 

આ પણ વાંચોઃ વડોદરાના ધારાસભ્યનો ભાજપ સામે જ બળાપો, કહ્યું - 'વધુ મત આપવા છતાં પદ નથી અપાતા'

રાજ્ય સરકારનો યુ-ટર્ન

જોકે, 2020-21 અને 2021-22માં કોવિડને લીધે અને ત્યારબાદ 2022-23 તથા 2023-24અને 2024-25 ના વર્ષોમાં પણ આ ઠરાવનો અમલ થઈ જ શક્યો ન હતો. પાંચ વર્ષથી એપ્રિલમાં સ્કૂલો શરૂ કરવાનો અમલ થઈ ન શકતા અંતે શિક્ષણ વિભાગ દ્વારા ફેબ્રુઆરી 2020નો ઠરાવ રદ કરી દેવામા આવ્યો છે અને ગુજરાત બોર્ડની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં નવું શૈક્ષણિક વર્ષ જૂન માસથી જ શરૂ કરવાનું રહેશે તેવું જાહેર કર્યું છે. 

આમ સરકારે યુ-ટર્ન લેતા હવે ગુજરાત બોર્ડની સ્કૂલો જૂનમાં જ શરૂ થશે અને અન્ય બોર્ડની સ્કૂલો એપ્રિલમાં શરૂ થશે. જેથી શૈક્ષણિક વર્ષ શરૂ કરવામા રાજ્યની જ સ્કૂલોમાં એક સૂત્રતા નહીં જળવાય.


Tags :