સરકારી ઉ. માધ્યમિક શાળાઓમાં 1608 શિક્ષકોની ભરતી જાહેર, જાણો કેવી રીતે કરી શકાશે અરજી

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
સરકારી ઉ. માધ્યમિક શાળાઓમાં 1608 શિક્ષકોની ભરતી જાહેર, જાણો કેવી રીતે કરી શકાશે અરજી 1 - image
Image: Freepik

Government Job Recruitment : રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને ઉમેદવારો લાંબા સમયથી આંદોલન કરી રહ્યા હતા, ત્યારે હવે ભાવિ શિક્ષકો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શાળાઓમાં 1608 જેટલી ખાલી જગ્યા અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળામાં 2484 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરી છે.

શિક્ષણ સહાયકની નિમણૂક

રાજ્ય સરકારની ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની પસંદગી અંગે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓની કચેરી મારફતે મળેલી 1608 જેટલી અંદાજિત ખાલી જગ્યા પર ભરતી કરવામાં આવશે. શિક્ષણ સહાયકની નિમણૂક માટે દ્વિસ્તરીય TAT(HS)-2023ના ગુણ આધારિત મેરિટના ધોરણે પસંદગી યાદી તેમજ પ્રતિક્ષા યાદી તૈયાર કરાશે. 

સરકારી ઉ. માધ્યમિક શાળાઓમાં 1608 શિક્ષકોની ભરતી જાહેર, જાણો કેવી રીતે કરી શકાશે અરજી 2 - image

આ પણ વાંચોઃ નવરાત્રિને લઈને આરોગ્ય વિભાગની ગાઈડલાઈન: ગરબા મહોત્સવમાં સ્ટોલ માટે લાઇસન્સ ફરજિયાત, તમાકુ ગુટખાના વેચાણ પર પ્રતિબંધ

કોણ કરી શકશે અરજી?

સરકારના સ્થાયી ઠરાવો મુજબ શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત ધરાવતા, દ્વિસ્તરીય TAT(HS)-2023 પરીક્ષામાં 60 ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે. અરજી કરનાર ઉમેદવારોની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખ સુધી 39 વર્ષ કરતાં વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં નિયમાનુસાર છૂટ મળવાપાત્ર છે. 

અરજી કરવાની છેલ્લી તારીખ

લાયકાત ધરાવતા ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે 10 ઑક્ટોબર 2024થી 21 ઑક્ટોબર 2024 સુધી https://www.gserc.in/ વેબસાઇટ પર આપેલી સૂચના મુજબ ઓનલાઇન અરજી કરી શકશે.

આ પણ વાંચોઃ હવે ગુજરાતના પ્રસિદ્ધ ડાકોર મંદિરની પ્રસાદીમાં 'ભેળસેળ'ની ફરિયાદ, તપાસની માગ કરતી પોસ્ટ વાયરલ

લાયક ઉમેદવારો અરજીની નિયત ફી પણ આ વેબસાઇટ પર ઓનલાઇન ભરી શકે છે. ઓનલાઇન અરજી પત્રકમાં તમામ વિગત ભર્યા બાદ તેની ખાતરી કરીને જ ફી ભરવી. ફી ભર્યા બાદ ઉમેદવારે કરેલી અરજી કન્ફર્મ થયેલી ગણાશે. કન્ફર્મ થયેલી અરજીમાં ઉમેદવાર જો કોઈ સુધારો કરવા ઇચ્છે તો અગાઉની અરજીને Withdraw કરી નવી અરજી કરવાની રહેશે અને ફરીથી ફી ભરી અરજી કન્ફર્મ કરવાની રહેશે. નિયત સમયમર્યાદામાં ફી નહીં ભરી હોય તો અરજીનો સ્વીકાર કરાશે નહીં.


Google NewsGoogle News