Get The App

HMPV વાઇરસથી બચવા શું કરવું-શું નહીં? જાણો ગુજરાત સરકારની એડવાઇઝરી

Updated: Jan 6th, 2025


Google NewsGoogle News
HMPV વાઇરસથી બચવા શું કરવું-શું નહીં? જાણો ગુજરાત સરકારની એડવાઇઝરી 1 - image


HMPV in Gujarat: દુનિયાભરને હચમચાવી ચૂકેલા કોરોના વાઇરસની મહામારી બાદ હવે હ્યુમન મેટાન્યૂમો વાઇરસે (HMPV) ચીન બાદ ભારતમાં એન્ટ્રી કરી છે. આ વાઇરસના ત્રણેક કેસ ભારતમાં નોંધાયાના અહેવાલ છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં હ્યુમન મેટાન્યૂમો વાઇરસનો શંકાસ્પદ કેસ નોંધાતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે હવે રાજ્ય સરકારે આ વાઇરસને લઈને એડવાઇઝરી જાહેર કરી છે.

HMPVને લઈને રાજ્ય સરકારની એડવાઇઝરી

ગુજરાત સરકારે જાહેર કરેલી એડવાઇઝરી અનુસાર, હ્યુમન મેટાન્યૂમો વાઇરસ (HMPV) શ્વસન વાઇરસની જેમ શિયાળાની ઋતુમાં ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધ વયના લોકોમાં દેખાય છે. તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફ્લૂનો સમાવેશ થાય છે. ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નાગરિકોને શ્વસનને લગતાં ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું અને શું ન કરવું આ અંગેના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વિદેશથી આવનાર માટે HMPVની એડવાઇઝરી જાહેર કરાશે. આ ઉપરાત હવે RTPCR ટેસ્ટ ફરજીયાત કરાશે.


આ પણ વાંચો: ભારતમાં ચીનથી ફેલાયેલા HMPV વાઇરસના ત્રણ કેસ, કર્ણાટકમાં બે અને ગુજરાતમાં એક દર્દી


શ્વસનને લગતાં ચેપી રોગોના રક્ષણ સામે શું કરવું જોઈએ?

•જ્યારે ઉધરસ અથવા છીંક આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટિશ્યુથી ઢાંકવું જોઈએ.

•નિયમિત રીતે હાથ સાબુ અને પાણીથી ધોવા અથવા સેનેટાઇઝરનો ઉપયોગ કરવો.

• ભીડભાડવાળા સ્થળોથી દૂર રહેવું અને ફ્લૂથી પીડિત વ્યકિતઓથી ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું

•તાવ, ઉધરસ કે છીંક આવે છે તો જાહેર સ્થળો પર જવાનું ટાળવું.

•વધુ પાણી પીવું અને પૌષ્ટિક ખોરાક લેવો.

•પ્રબળ પ્રતિરોધક શક્તિ માટે પૂરતી ઊંઘ લેવી.

•બીમારીઓ ફેલાતી અટકાવવા માટે યોગ્ય વેન્ટિલેશનવાળા વાતાવરણમાં રહેવું.

•શ્વસનને લગતાં લક્ષણો જણાય તો ઘરમાં જ રહેવું, બીજાઓ સાથે સંપર્ક મર્યાદિત કરવો અને તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો.

શું ના કરવું જોઈએ?

• જરૂરી ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવો નહીં.

•સંક્રમિત વ્યક્તિએ પોતાની ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, રૂમાલ અથવા અન્ય વાસણો અન્ય વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું.

•જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો.

આ પણ વાંચો: ગુજરાતમાં ચીનના HMPV વાઇરસનો પહેલો શંકાસ્પદ કેસ, અમદાવાદમાં 2 મહિનાનું બાળક પોઝિટિવ

HMPV વાઇરસથી બચવા શું કરવું-શું નહીં? જાણો ગુજરાત સરકારની એડવાઇઝરી 2 - image

આ વાઇરસના લક્ષણો શું છે?

હ્યુમન મેટાન્યૂમો વાઇરસના લક્ષણો સામાન્ય શરદી-ખાંસી જેવા જ હોય​ છે. સામાન્ય કિસ્સામાં તે ઉધરસ અથવા ગળામાં ખરાશ, વહેતું નાક અથવા ગળામાં દુ:ખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV ચેપ ગંભીર હોઈ શકે છે. આ વાઇરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે.

HMPV વાઇરસથી બચવા શું કરવું-શું નહીં? જાણો ગુજરાત સરકારની એડવાઇઝરી 3 - image


Google NewsGoogle News