રાજ્ય સરકારના મંત્રીઓ અને કર્મચારીઓ માટે મોટા સમાચાર, નાણાં વિભાગે પ્રવાસને લઈને TA-DAમાં કર્યા ફેરફાર
Gujarat Government New Decision : ગુજરાત સરકારમાં કાર્યરત મંત્રીઓ અને કર્મચારીઓ માટે મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. નાણાં વિભાગે કર્મચારીઓના પ્રવાસને લઈને TA-DAમાં ફેરફાર કર્યા છે. જે અંગે વિસ્તૃત નિયમો સાથે નાણાં વિભાગે એક પરિપત્ર પણ બહાર પાડ્યો છે. જે અનુસાર હવેથી હવાઈ અને રેલવે મુસાફરીને લઈને પણ નિયમો નક્કી કરાયા છે.
હવેથી હવાઈ મુસાફરી વિભાગના વડા નક્કી કરે તેવા અધિકારીઓ જ કરી શકશે. પે સ્કેલ લેવલ 10 કે તેનાથી ઉપરના અધિકારીઓ જ હવાઈ મુસાફરી કરી શકશે. આ ઉપરાંત કોઈપણ અધિકારી કે મંત્રી ફર્સ્ટ ક્લાસ કે બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી શકશે નહીં તથા પ્રવાસ માટે 500 કિ.મી.થી દૂર સ્થળ હશે તો જ હવાઈ મુસાફરી કરી શકાશે. આ ઉપરાંત ટ્રેનના પ્રવાસ માટે કેટેગરી પ્રમાણે પ્રવાસ કરી શકાશે.
આ પણ વાંચો : અમદાવાદમાં જાહેરમાં થૂંકવા બદલ આઠ મહિનામાં 18,000 લોકોને દંડ, 247 લોકોને ઈ-મેમો