Get The App

વડનગર, વિરમગામને નવા જિલ્લા બનાવવાનો પ્લાન : ભાજપનું નવું કરપ્શન મોડલ

Updated: Sep 30th, 2024


Google NewsGoogle News
વડનગર, વિરમગામને નવા જિલ્લા બનાવવાનો પ્લાન : ભાજપનું નવું કરપ્શન મોડલ 1 - image


BJP New Corruption Model : ગુજરાતમાં 4-5 નવા જિલ્લા બનાવવાની વિચારણા ચાલી રહી છે ત્યારે આશ્વર્યજનક રીતે મહેસાણા જિલ્લામાંથી અલગ કરીને વડનગરને નવો જિલ્લો બનાવાશે એવું પણ કહેવાય છે. વડનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન હોવાથી દેશભરમાં જાણીતું છે, પણ વડનગર ખરેખર જિલ્લા મથક બનવાની ક્ષમતા ધરાવે છે? તેવી જ રીતે વિરમગામને પણ જિલ્લો બનાવવાની કવાયત ચાલી રહી છે. તે પણ જિલ્લો બનવા યોગ્ય છે. આ સવાલોનો જવાબ સ્પષ્ટ ના છે. 

અહીંયા વાત એવી છે કે, ભાજપના એક નેતાનું ઘર ભરવા માટે અને ભૂમાફિયાઓને અધધ કમાણી કરાવવા માટે આ ગોઠવણ કરવામાં આવી છે. ભાજપે વિકસાવેલું આ નવું કરપ્શન મોડલ છે જેમાં ખેડૂતો પાસેથી સસ્તામાં જમીન પચાવી પાડીને બિલ્ડરોને અને મળતીયાઓને મોંઘા ભાવે વેચી દેવાની. આ તમામ વહિવટ ભાજપના એક નેતા માટે જ ગોઠવાયો હોવાની ચર્ચા છે. લોકોમાં ગણગણાટ છે કે, પ્રજાના વિકાસની વાતો કરીને ભ્રષ્ટાચારનો વિકાસ કરવાનું આ ભાજપનું નવું મોડલ છે. તેના દ્વારા ખેડૂતો પાયમાલ થશે અને નેતાઓ કમાઈ જશે.

નવા જિલ્લા બનાવવાની કવાયત

રાજ્યમાં હાલ 33 જિલ્લાઓ છે, ત્યારે 3 નવા જિલ્લા બનાવવાને લઇને સરકારમાં વિચારણા ચાલી રહી છે. જેમાં બનાસકાંઠા, કચ્છ, પાટણ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહેસણા અને ગાંધીનગર જિલ્લામાં નવા જિલ્લા બનાવવામાં આવી શકે છે. ત્યારે બનાસકાંઠામાંથી થરાદ, પાટણમાં રાધનપુર, અમદાવાદમાંથી સુરેન્દ્રનગર અને ગાંધીનગરમાંથી વડનગરને નવા જિલ્લાનો દરજ્જો મળી શકે છે. સરકારી બાબુઓ દ્વારા આ અંગે સર્વે કરી અહેવાલ સુપ્રત કરી દેવામાં આવ્યા છે. ત્યારે વિવિધ જિલ્લાના આગેવાનો દ્વારા પોતાના વિસ્તારમાંથી નવા જિલ્લો બનાવવાની માંગ ઉઠી છે. 


Google NewsGoogle News