Get The App

સરકારના આ નિર્ણયથી નાના ઉદ્યોગોને થશે ફાયદો, EV ચાર્જિંગનું માળખું મજબૂત કરાશે

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
Low-Tension Power Load Limit


Increases Low-Tension Power Load Limit : ઔદ્યોગિક સંસ્થાઓ અને સંગઠનોની વીજ માંગની રજૂઆતને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર મહત્ત્વનો નિર્ણય કર્યો છે. નાના ઉદ્યોગો માટે લો-ટેન્શન કેટેગરીના જોડાણ માટે વીજભારની મર્યાદા 100KW થી વધારીને 150KW કરવામાં આવી છે. જેના માટે સરકારે ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા વીજ સપ્લાય કોડ-2015માં જરૂરી ફેરફાર કર્યા છે. રાજ્યના ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ આ મહત્ત્વની જાહેરાત કરી છે.

વીજભાર 100KW થી વધારીને 150KW કરાયો 

રાજ્યના ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, 'આ નિર્ણયથી હવે 150KW સુધીના વીજભારનું જોડાણ મેળવવા ઈચ્છતા ગ્રાહકો, લો-ટેન્શન સપ્લાયની પસંદગી કરી શકશે. આવું થવાથી ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો થશે, જે આર્થિક વૃદ્ધિ અને નવી રોજગારીનું સર્જન કરશે. આ સાથે EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને પણ ટેકો મળી રહેશે.'

આ પણ વાંચો : ડૉક્ટર બનવું મોંઘુ પડશે! 20 ટકાના અધધ વધારા સાથે ગુજરાતની 10 ખાનગી મેડિકલ કોલેજની ફી જાહેર કરાઈ

ઔદ્યોગિક સંસ્થાઓ અને સંગઠનોની અનેક રજૂઆતો

રાજ્યની વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓ અને સંગઠનો દ્વારા વધી રહેલી વીજ માંગની સાથે વીજ સંસાધનોને સ્થાપવા તેમજ લો-ટેન્શન લાઈન અને હાઈ-ટેન્શન લાઈન જોડાણના વીજભારની મહત્તમ મર્યાદા વધારવા જેવી વિવિધ રજૂઆતો રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી હતી. જેને લઈને રાજ્ય સરકારની સૂચનાથી GERC દ્વારા આ મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News