PMJAY યોજના અંગે સરકાર કાલે જાહેર કરશે SOP, આરોગ્યમંત્રી કરશે સત્તાવાર જાહેરાત
PMJAY New SOP : રાજ્યમાં PMJAY માન્ય હોસ્પિટલમાં કૌભાંડની ઘટના બાદ સરકાર એકાએક જાગી છે. જેમાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા PMJAY યોજનામાં મોટાપાયે કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર આવતી કાલે સોમવારની સવારે 11 વાગ્યે આરોગ્ય મંત્રી PMJAY યોજનાની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)ની સત્તાવાર જાહેરાત કરશે.
PMJAY યોજનાની નવી SOP જાહેર કરાશે
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં PMJAY યોજનામાં ગેરરિતી થવાની ઘટના બાદ તંત્રી એક્શનમાં આવ્યું હતું. સમગ્ર મામલે છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા PMJAY યોજનાની નવી SOPને લઈને ચર્ચા વિચારણા ચાલી રહી હતી. જ્યારે હવે આરોગ્યમંત્રી દ્વારા આ મામલે નવી SOP અંગે આવતી કાલે 11 વાગ્યે સત્તાવાર જાહેરાત કરશે.
આ પણ વાંચો: જામનગર હાઈવે પર ચાલુ ટ્રકમાંથી મગફળીની ગુણો પડી, ઓવરલોડેડ ટ્રકનો વીડિયો થયો વાઈરલ
રાજ્ય સરકાર દ્વારા PMJAY યોજનાની નવી SOP અંગેની જાહેરાત કરવાની તૈયારીમાં છે, ત્યારે આગામી નવી SOPમાં કઈ કઈ બાબતો પર વધુ ધ્યાન આપવામા આવ્યું છે. આ અંગે આવતી કાલે SOP રાજ્ય કેબિનેટમાં મંજૂર થયા બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જાહેર કરવામાં આવશે.