Get The App

રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર જાગી, 2021ના પરિપત્રનો હવે અમલ, NOC ધરાવતી સ્કૂલોની યાદી મંગાવી

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર જાગી, 2021ના પરિપત્રનો હવે અમલ, NOC ધરાવતી સ્કૂલોની યાદી મંગાવી 1 - image


Rajkot Game Zone Fire: રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે. રાજ્ય સરકારે શિક્ષણ વિભાગને વર્ષ 2021નો પરિપત્રની અમલવારી યાદ આવી છે. આ પરિપત્ર અનુસાર, હવે રાજ્યની શાળાઓમાં સેલ્ફ ડિક્લેરેશન અને NOC માટેની યાદી બીજી જૂન પહેલા મોકલી દેવાના આદેશ આપ્યો છે. 

રાજ્ય સરકારે પરિપત્રમાં શું કહ્યું?

રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યની શાળાઓમાં આપત્તિ અને વ્યવસ્થાપન અંગે સલામતી દાખવવા શિક્ષણ વિભાગમાં હરકત આવી છે. જેમાં પાંચમી જૂન 2021માં જાહેર કરેલા પરિપત્ર સૂચનાઓની અમલવારી અંગે હવે એનઓસી લીધેલી હોય એવી શાળાઓની યાદી મંગાવી છે. સરકારના પરિપત્ર અનુસાર, જે શાળાના મકાનની ઊંચાઈ 9 મીટર કરતા ઓછી હોય તેવી શાળાઓને ફાયર એનઓસી લેવાનું રહેતી નથી. આવી શાળાઓએ સેલ્ફ ડિક્લેરેશન ભરીને આપવું. જે શાળાઓના મકાનની ઊંચાઈ 9 મીટર કરતા વધુ હોય આવી શાળાઓએ ફાયર વિભાગના સેફ્ટી અધિકારી પાસેથી એનઓસી લેવાનું અને શાળાઓની યાદી બીજી જૂન પહેલા મોકલવાની રહેશે.

પરિપત્ર અનુસાર, જે શાળામાં ઓરડા ભયજનક હાલતમાં છે અને ડિસમેન્ટલ જાહેર કરવામાં આવ્યા છે, તે શાળાના ફોટો આપવા. આ ઉપરાંત તે વર્ગખંડની ફરતે કોઈપણ આડાશ મૂકવી અને પ્રવેશ નિષેધના બોર્ડ લગાવવા અને તે બોર્ડ ફોટા મોકલવા. જે શાળામાં બાંધકામ ચાલુ છે ત્યાં પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કામ ચાલુ છે માટે અન્ય વ્યક્તિ પ્રવેશ નિષેધના બોર્ડ લગાવવાના રહેશે. 

શાળાઓમાંથી વિજળીના વાયર પસાર થતા હોય તો તે શાળાઓએ તાત્કાલિક ધોરણે જીઈબીનો સંપર્ક કરે. તે વાયરો શાળાના કમ્પાઉન્ડમાંથી  હટાવવાના રહેશે. જો અનિચ્છનીય કોઈ ઘટના ઘટશે તો તેની જવાબદારી સી.આર.સી.અને આચાર્યની રહેશે.જો આવી કોઈપણ જગ્યાએ ભૂલ જોવા મળશે તો જે તે શાળા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.જ્યની શાળાઓને લેખિતમાં તથા વીડિયો કોન્ફરન્સથી જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા આ મુદ્દે શાળાઓને સૂચના અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.


Google NewsGoogle News