ગુજરાતના પૂર્વ આઇપીએસ અધિકારી વી.એમ.પારગીનું લાંબી બીમારી બાદ નિધન
Former IPS officer V.M. Pargi passes away : આઇપીએસ બેડામાં દુખદ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના પૂર્વ આઇપીએસ અધિકારી વી.એમ.પારગીનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. વી.એમ.પારગી 1988ની બેચના આઈપીએસ અધિકારી હતા. છેલ્લા લાંબા સમયથી બીમાર હોવાથી તબિયત નાજુક હતી. પૂર્વ આઇપીએસ અધિકારી વી.એમ.પારગી નિધનના સમાચારથી આઇપીએસ બેડામાં શોકનો માહોલ છવાઇ ગયો છે. તેઓ એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ગાંધીનગર) તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. અને 2019માં તેઓ નિવૃત થયા હતા.
કોણ હતા વી.એમ.પારગી
પૂર્વ આઇપીએસ વી.એમ. પારગીનું સંતરામપુરના ખેડપા ગામના વતની હતી. વી.એમ. પારગી આદિવાસી સમાજનું ગૌરવ ગણાતા હતા. તેમણે તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન સુરત શહેરમાં સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ (ટ્રાફિક એન્ડ ક્રાઈમ), એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ગાંધીનગર) સહિત વિવિધ મહત્વના હોદ્દાઓ પર ફરજ બજાવી હતી. તેઓ નિવૃતિ બાદ આદિવાસી સમાજના ઉત્થાન માટે સમાજસેવા કરી રહ્યા હતા. તેમને ગણતરી નોન કરપ્ટેડ અધિકારીઓમાં થતી હતી.