Get The App

વાવણી ટાણે ખેડૂતો મુશ્કેલીમાં! કૃષિમંત્રીએ કબૂલાત કરતા કહ્યું- 'એક અઠવાડિયામાં ખાતરની સમસ્યા થઈ જશે દૂર'

Updated: Nov 19th, 2024


Google NewsGoogle News
વાવણી ટાણે ખેડૂતો મુશ્કેલીમાં! કૃષિમંત્રીએ કબૂલાત કરતા કહ્યું- 'એક અઠવાડિયામાં ખાતરની સમસ્યા થઈ જશે દૂર' 1 - image


Gujarat Farmer Faced Fertilizer Shortage: સમગ્ર ગુજરાતમાં શિયાળુ પાકના વાવેતરનું શરૂ થઈ ગયું છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા અનેક જિલ્લામાં DAP ખાતર પૂરતા પ્રમાણમાં પહોંચાડવામાં આવ્યું નથી. એક બાજુ પાકની વાવણીનો સમય થઈ ગયો છે. ત્યાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહ્યું નથી. ખેડૂતો વહેલી સવારથી ખાતરની લાઈનમાં ઊભા રહે છે અને તેમાં પણ તેમને DAP ખાતરની બદલે NPK નામનું ખાતર આપવામાં આવે છે. જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. 

આ પણ વાંચોઃ 'ગુજરાતમાં સૌથી ભ્રષ્ટ મહેસૂલ ખાતું, બિન ખેડૂતોને ખેડૂત બનાવવાનું કૌભાંડ': અમિત ચાવડા

રવિ પાકમાં ખાતર ન મળતા ખેડૂતોએ બૂમાબૂમ શરૂ કરી છે. જેને લઈને ખેડૂતો દ્વારા વિવિધ જગ્યાએ રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોની માગણીને ધ્યાન લઈ કૃષિમંત્રીએ પણ તાત્કાલિક ધોરણે ખાતરની વ્યવસ્થા કરાવવાની બાહેંધરી આપી છે.

આ પણ વાંચોઃ ભાવનગરમાં કચરાના ઢગલામાંથી મળી 500ના દરની નકલી નોટ! SOGની ટીમ દોડતી થઈ

કૃષિમંત્રીએ જણાવ્યું કે, DAP સહિતના ખાતરની અછત ઊભી થઈ છે. હાલમાં ખેડૂતો માટે ખેતીની સિઝન છે. કેન્દ્ર પાસેથી પુરતો જથ્થો ફાળવ્યો છે. પરંતુ, કોઈ કારણોસર પૂરતો જથ્થો પહોંચ્યો નથી. એકસાથે વાવેતરની સિઝનથી સમસ્યા ઉભી થઈ છે. એક સપ્તાહમાં ખાતરની સમસ્યા દૂર થઈ જશે.


Google NewsGoogle News