Get The App

ગુજરાતમાં છેલ્લા 50 દિવસમાં 10 વખત ધરા ધ્રુજી, કચ્છ ભૂકંપના આંચકાનું એપિસેન્ટર બન્યું

Updated: Dec 7th, 2024


Google NewsGoogle News
Earthquake


Earthquake in Gujarat: કચ્છમાં શુક્રવારે (છઠ્ઠી ડિસેમ્બર) બપોરે રાપર નજીક 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ સાથે જ છેલ્લા 3 મહિનામાં ગુજરાતની ધરા 10 વખત ધ્રુજી ચૂકી છે. જેમાં નવેમ્બરમાં જ 8 આંચકાનો સમાવેશ થાય છે. 

નવેમ્બરમાં સૌથી વધુ ભૂકંપના 8 આંચકા નોંધાયા 

મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં આ વર્ષે ભૂકંપના કુલ 13 આંચકા નોંધાયા છે. જેમાં જાન્યુઆરીમાં 2, ફેબુ્રઆરી-ઓક્ટોબરમાં 1-1, નવેમ્બરમાં 8 જ્યારે ડિસેમ્બરમાં અત્યારસુધી 1 આંચકાનો સમાવેશ થાય છે. જેની સરખામણીએ ગત વર્ષે 2023માં 5, 2022માં 1 જ્યારે 2021માં 7 આંચકા નોંધાયા હતા. એક જ વર્ષમાં એકસાથે 13 આંચકા આવેલા હોય તેવું છેલ્લા 12 વર્ષમાં બન્યું નથી. 

ગુજરાતમાં છેલ્લા 50 દિવસમાં 10 વખત ધરા ધ્રુજી, કચ્છ ભૂકંપના આંચકાનું એપિસેન્ટર બન્યું 2 - image

આ વર્ષની વાત કરવામાં આવે તો 13માંથી 7 આંચકામાં કચ્છમાં એપિસેન્ટર હતું. વર્ષ 2024માં 6 આંચકામાં તીવ્રતા ચારથી વધારે નોંધાઇ હતી. જેમાં 15 નવેમ્બરના 4.2ની તીવ્રતાનો આંચકો આવ્યો ત્યારા પાટણથી 13 કિલોમીટર દૂર એપિસેન્ટર હતું.

ગુજરાતમાં છેલ્લા 50 દિવસમાં 10 વખત ધરા ધ્રુજી, કચ્છ ભૂકંપના આંચકાનું એપિસેન્ટર બન્યું 3 - image


Google NewsGoogle News