Get The App

વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર: ગુજરાત શિક્ષણ વિભાગે દિવાળી વેકેશનની તારીખ જાહેર કરી

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર: ગુજરાત શિક્ષણ વિભાગે દિવાળી વેકેશનની તારીખ જાહેર કરી 1 - image


Diwali Vacation : દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી ત્યારે રાજ્યની પ્રાથમિક-માધ્યમિક શાળાઓમાં દિવાળી વેકેશનને લઈને શિક્ષણ વિભાગે જાહેરાત કરી છે. જેમાં આગામી 28 ઓક્ટોબરથી દિવાળી વેકેશન જાહેર કર્યું.

21 દિવસનું દિવાળી વેકેશન

રાજ્ય શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને શાળાઓમાં દિવાળી વેકેશન અંગેની જાણકારી આપી છે. આમ દિવાળી વેકેશન 28 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી એટલે કે કુલ 21 દિવસનું રહેશે.

વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર: ગુજરાત શિક્ષણ વિભાગે દિવાળી વેકેશનની તારીખ જાહેર કરી 2 - image

શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ પરિપત્રમાં દિવાળી વેકેશનની તારીખમાં જો કોઈ પ્રકારે ફેરફાર જણાશે તો તેને લઈને અલગથી સૂચના આપવામાં આવશે.

આ પણ વાંચો : ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સેકેન્ડરી એન્ડ હાયર સેકેન્ડરી એજ્યુકેશન બોર્ડે (GSHSEB)એ વર્ષ 2025 માટે ધોરણ-10(SSC) અને ધોરણ-12 (HSC)  વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ સહિતની બોર્ડની પરીક્ષાની તારીખની જાહેરાત કરી છે. જેમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી 27 ફ્રેબુઆરીથી 13 માર્ચ દરમિયાન યોજાશે.


Google NewsGoogle News