ગુજરાતમાં MBA-આર્કિટેક્ચર જેવા મહત્ત્વના કોર્ષ માટે એક પણ સરકારી કોલેજ ન હોવાનો ઘટસ્ફોટ
. આ બે કોર્સ ઉપરાંત ટેકનિકલ શિક્ષણમાં ફાર્મ.ડી કોર્સની પણ એકેય સરકારી ગુજરાતમાં શરૂ થઈ નથી
Gujarat does not have government college for MBA-Architecture | ગુજરાતમાં હજુ પણ આટલા વર્ષે એમબીએ એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ મેનેજમેન્ટ પ્રોગ્રામની અને ધો. ૧૨ સાયન્સ પછીના આર્ટિકેચર કોર્સ માટેની એક પણ સરકારી કોલેજ નથી. આ બે કોર્સ ઉપરાંત ટેકનિકલ શિક્ષણમાં ફાર્મ.ડી કોર્સની પણ એકેય સરકારી ગુજરાતમાં શરૂ થઈ નથી. આ કોર્સ સિવાયના ડિગ્રી અને ડિપ્લોમાં ઈજનેરી, ફાર્મસી, એમસીએ સહિતના ટેકનિકલ કોર્સમાં સરકારી કોલેજો ચાલે છે પરંતુ મેનેજમેન્ટ અને આર્કિટેકચર જેવા મહત્ત્વના કોર્ષમાં માટે જ સરકારે એક પણ સરકારી કોલેજ શરૂ કરી નથી.
ધો.૧૨ સાયન્સ પછીના ડિગ્રી ઈજનેરી, ડિગ્રી ફાર્મસી, ડિગ્રી આર્કિટેકચર, હોટલ મેનેજમેન્ટ, ડિઝાઈનિંગ એન્ડ પ્લાનિંગ તેમજ ધો.૧૦ પછીના ડિપ્લોમા ઈજનેરી તથા પીજીમાં એમ.ઈ.એમ.ફાર્મ., એમબીએ, એમસીએ, એમ. પ્લાન અને એમ.આર્કિટેક્ચર સહિતના વિવિધ ટેકનિકલ કોર્સીસ છે. ગુજરાતમાં હાલ ડિગ્રી ઈજનેરી, ડિપ્લોમા ઈજનેરી, એમસીએ, ડિગ્રી ફાર્મસી, ડિપ્લોમા ફાર્મસી સહિતના ટેકનિકલ કોર્સમાં સરકારી કોલેજો છે. પરંતુ એમબીએ અને આર્કિટેક્ચર જેવા મહત્વન બે કોર્સમાં એક પણ સરકારી કોલેજ ગુજરાતમાં નથી. ગુજરાતમાં હાલ યુનિવર્સિટીઓમાં ચાલતા એમબીએ પ્રોગ્રામ સાથે ૯ ગ્રાન્ટેડ કોલેજો અને ૧૦૬ ખાનગી કોલેજો છે.
જ્યારે એમસીએમાં હાલ અમદાવાદના ખોખરાના કે.કા.શાસ્ત્રી કોલેજ કેમ્પસમાં એક અને એલ.ડી ઈજનેરી કેમ્પસમાં એમ બે સરકારી કોલેજો છે. આર્કિટેકચરમાં હાલ રાજ્યમાં વડોદરાની સરકારી એમ.એસ યુનિ.માં અને પાટણની સરકારી યુનિ.માં આર્કિટેક્ચરની કોલેજ ગ્રાન્ટેડ ધોરણે ચાલે છે તેમજ ૧૬ થી ૧૮ જેટલા ખાનગી કોલેજો છે. પરંતુ આર્કિટેક્ચરમાં એક પણ સરકારી કોલેજ નથી.આ ઉપરાંત ફાર્મસી અભ્યાસક્રમોમાં ફાર્મ.ડી જેવા ઉચ્ચ શિક્ષણના મહત્વના કોર્સમાં પણ એકેય સરકારી કોલેજ ગુજરાતમાં નથી. ખાસ કરીને ગ્રેજ્યુએશન બાદ એમબીએ (માસ્ટર ઓફ બીઝનેસ મેનેજમેન્ટ) અને ધો.૧૨ સાયન્સ પછી બેચલર ઓફ આર્કિટેકચર કોર્સની ઘણી ડિમાન્ડ છે પરંતુ સરકાર દ્વારા આબંને કોર્સમાં સરકારી કોલેજ શરૂ કરવાનું કોઈ આયોજન ક્યારેય કરાયુ નથી.