Get The App

દિવાળીના તહેવારોમાં અકસ્માતોની વણઝાર, પ્રતિ કલાકે 38 વ્યક્તિ ઘાયલ, 91 ટકાનો વધારો નોંધાયો

Updated: Nov 6th, 2024


Google NewsGoogle News
ambulance


During Diwali festivities Accidents: દિવાળીના તહેવારોના ચાર દિવસમાં વાહન અકસ્માતથી 3625 વ્યક્તિને ઈજા થઈ છે. આમ, પ્રતિ દિવસે સરેરાશ 906 જ્યારે પ્રતિ કલાકે 38 વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા થઈ હતી. જેની સરખામણીએ સામાન્ય દિવસોમાં સરેરાશ 481 વ્યક્તિને વાહન અકસ્માતમાં ઈજા થાય છે. આમ, સામાન્ય દિવસો કરતાં દિવાળીના તહેવારોમાં વાહન અકસ્માતથી ઈજાના કેસમાં 91.48 ટકા જેટલો વધારો થયો હતો.

ટુ વ્હિલરના સૌથી વધુ અકસ્માત

ઈમરજન્સી સેવા 108 પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર 31 ઓક્ટોબરથી 3 નવેમ્બર દરમિયાન ટુ વ્હિલરમાં સૌથી વધુ 2821, ફોર વ્હિલરમાં 396, રિક્શામાં 200, અન્ય વાહનમાં 183 લોકોને વાહન અકસ્માતમાં ઈજા થઈ હતી. સામાન્ય દિવસોમાં ટુ વ્હિલરમાં સરેરાશ 395, ફોર વ્હિલરમાં 61, થ્રી વ્હિલરમાં 31 જેટલાને વાહન અકસ્માતમાં ઈજા થતી હોય છે. આમ, ટુ વ્હિલરથી થતાં અકસ્માતની ઈજામાં સામાન્ય દિવસો કરતાં 93 ટકાનો વધારો થયો હતો.

દિવાળીના તહેવારોમાં અકસ્માતોની વણઝાર, પ્રતિ કલાકે 38 વ્યક્તિ ઘાયલ, 91 ટકાનો વધારો નોંધાયો 2 - image

દાઝવાની ઈમરજન્સીના કેસમાં વધારો

શ્વાસને લગતી સમસ્યાની ઈમરજન્સીમાં સામાન્ય દિવસો કરતાં સાધારણ વધ-ઘટ જોવા મળી હતી. સામાન્ય દિવસોમાં રોજની સરેરાશ 412 ઈમરજન્સી સામે 31મીએ 379, 1 નવેમ્બરે 417, બીજીએ 391, ત્રીજીએ 421 ઈમરજન્સીનો સમાવેશ થાય છે. દાઝવાની ઈમરજન્સીના કેસમાં 850 ટકાનો વધારો થયો હતો.

સામાન્ય દિવસોમાં દાઝવાના રોજના સરેરાશ ચાર કેસ સામે 31મીએ 38, 1 નવેમ્બરે 40, બીજીએ 24 અને ત્રીજીએ 11 કેસનો સમાવેશ થાય છે. મારામારી ઈજાના કેસમાં 124 ટકાનો વધારો નોંધાયો હતો. સામાન્ય દિવસોમાં સરેરાશ 144ની સામે 31મીએ 323, 1 નવેમ્બરે 381, બીજીએ 284, ત્રીજીએ 209 કેસ સામે આવ્યા હતા.

દિવાળીના તહેવારોમાં અકસ્માતોની વણઝાર, પ્રતિ કલાકે 38 વ્યક્તિ ઘાયલ, 91 ટકાનો વધારો નોંધાયો 3 - image

આ પણ વાંચો: ભાજપનો જ નહીં, પાટીલનો પાવર ઉતારવો છે...', અપક્ષ નેતા માવજી પટેલે 'કમળ'નું ટેન્શન વધાર્યું

દાઝવાના અડધાથી વધુ કેસ માત્ર અમદાવાદ-સુરતમાં

દિવાળીના ચાર દિવસમાં દાઝવાના 113 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં 33, સુરતમાં 29 એમ 62 કેસનો સમાવેશ થાય છે. આ સિવાય દાઝવાના રાજકોટમાં 8, ભરૂચમાં 7, કચ્છમાં 5, વડોદરા-પાટણમાં 4-4, જામનગરમાં 3 કેસનો સમાવેશ થાય છે.

દિવાળીના તહેવારોમાં અકસ્માતોની વણઝાર, પ્રતિ કલાકે 38 વ્યક્તિ ઘાયલ, 91 ટકાનો વધારો નોંધાયો 4 - image


Google NewsGoogle News