હવે સોસાયટીમાં ટ્રાન્સફર ફી નિયત કરવા પ્રમુખ-કમિટીની મનમાની નહીં ચાલે, સહકારી મંડળીઓના અધિનિયમ 1991માં સુધારો

કાયદામાં કલમ-159(ક)ની જોગવાઈનો ઉમેરો કરવાથી રાજ્ય સરકાર ટ્રાન્સફર ફી બાબતે નિયમોમાં જોગવાઈ કરી શકશે

અધિનિયમની કલમ-6 અને 8 મુજબ સહકારી મંડળીઓની નોંધણી મેં 10 વ્યક્તિઓની નોંધણી ફોર્મમાં સહી કરવી જરૂરી

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
હવે સોસાયટીમાં ટ્રાન્સફર ફી નિયત કરવા પ્રમુખ-કમિટીની મનમાની નહીં ચાલે, સહકારી મંડળીઓના અધિનિયમ 1991માં સુધારો 1 - image


Gujarat News : ગુજરાત સહકારી મંડળીઓના સુધારા વિધેયકમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે હાઉસિંગ સોસાયટીમાં પ્રમુખ, સેક્રેટરી કે કમિટી મનમાનીથી ટ્રાન્સફર ફી નિયત કરી શકશે નહીં. હવે 10ની જગ્યાએ આઠ વ્યક્તિની સહીથી હાઉસિંગ સોસાયટીની નોંધણી થઈ શકશે. એટલું જ નહીં કાયાદમાં એક અન્ય સુધારો થવાથી લેણાં માંડવાળ કરવામાં પણ ઝડપ આવશે.

હવે આઠ વ્યક્તિની સહીથી હાઉસિંગ સોસાયટીની નોંધણી થઈ શકશે

રાજ્યના સહકાર મંત્રીએ સહકારી મંડળીઓ અધિનિયમ 1960માં કેટલાક સુધારા કરતું વિધેયક વિધાનસભામાં મંજૂર કરાવ્યું છે. આ વિધેયક અંગે તેમણે સભાગૃહમાં કહ્યું હતું કે અધિનિયમની કલમ-6 અને 8 મુજબ સહકારી મંડળીઓની નોંધણી મેં 10 વ્યક્તિઓની નોંધણી ફોર્મમાં સહી કરવી જરૂરી છે. સહકારી કાયદાની જોગવાઈને કારણે 10થી ઓછા યુનિટમાં સહકારી મંડળીની નોંધણી થઈ શકતી નથી. જેથી નાગરિકોની સરળતા માટે હાઉસીંગ સોસાયટીની નોંધણી સમયે નોંધણી ફોર્મમાં 10ની બદલે 8 વ્યક્તિઓની સહીથી પણ હાઉસીંગ વિક્તઓના સોસાયટીની નોંધણી થઈ શકે તે માટે સહકારી કાયદામાં સુધારો કરાયો છે.

સેક્રેટરી કે કમીટી પોતાની મનમાનીથી ટ્રાન્સફર ફી નક્કી કરી શકશે નહીં

રાજ્યમાં દર વર્ષે 1500 સોસાયટીની નોંધણી થાય છે જેમાં સભાસદને મકાન વેચવાનું થાય છે ત્યારે ટ્રાન્સફર ફી ભરવી પડે પડે છે પરંતુ જોગવાઈ ન હોવાથી સોસાયટી લોકોને મજબૂર કરી મનફાવે તેટલી ફી ઉઘરાવતી હોય છે પરંતુ હવે કાયદામાં કલમ-159(ક)ની જોગવાઈનો ઉમેરો કરવાથી રાજ્ય સરકાર ટ્રાન્સફર ફી બાબતે નિયમોમાં જોગવાઈ કરી શકશે અને જેના કારણે સોસાયટીના પ્રમુખ, સેક્રેટરી કે કમીટી પોતાની મનમાનીથી ટ્રાન્સફર ફી નક્કી કરી શકશે નહીં કે વસુલ કરી શકશે નહીં. સહકારી મંડળીઓ જ્યારે ધિરાણ કરે ત્યારે આપેલી લોન ઘણીવાર પરત આવતી નથી. આ મંડળીઓ માટે ડૂબત લેણા ફંડ રાખવું તેવી કલમ 67(ક)માં જોગવાઈ કરાઈ છે. વસૂલ ન થઈ શકે તેવી લોન સામે આવા ફંડમાંથી માંડવાળ કરવાની રહે છે. પરંતુ કાયદામાં મંજૂરીથી જ આવી માંડવાળ કરવી તેવી જોગવાઈ હોવાથી માંડવાળના કેસોમાં મંજૂરી લેવી પડે છે પરંતુ હવે સરકાર જે સત્તાધિકારી નક્કી કરે તે ડૂબત લેણા ફંડના વપરાશ માટે મંજૂરી આપી શકશે.

10 વર્ષ પછી સરકાર મુદ્દત વધારી આપે તેવી જોગવાઈ કરવામાં આવી

અધિનિયમની કલમ-110(ચ)ની હાલની જોગવાઈ મુજબ રાજ્ય રાજ્યમાં કોઈ પણ સહકારી મંડળી ફડચામાં જાય છે ત્યારે કેન્દ્ર કે રાજ્ય સરકારનું લેણું RBI દ્વારા આપવામાં આવેલ થાપણ વિમાની રકમ, મંડળીના કર્મચારીઓના બાકી લેણાં, સ્થાનિક સત્તામંડળને ચુકવવાના વેરા, કોર્ટ કેસ અન્વયે બાકીદારને ચુકવવાના લેણા જેવા મંડળીના ચૂકવવાના દેવા બાબતે કોને અગ્રતા આપવી તેવી જોગવાઈ હાલ કાયદામાં નથી, પરંતુ ફડચા અધિકારીઓ દ્વારા આ દેવા ચૂકવવા માટે અગ્રતાક્રમ નક્કી કરવામાં આવે છે. જેથી આ જોગવાઈમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં આવેલ ફડચા હેઠળની સહકારી બેંકો તથા તથા કુડ્યા ફડચા મંડળીઓમાં વિવિધ પ્રકારના કોર્ટ કેસો થયેલા છે. ફડચા હેઠળની મંડળીઓમાં કેટલાંક કાયદાકીય પ્રશ્નો અને સમયસર વસુલાત ન થવાને કારણે સંસ્થાઓની કુડચાની કામગીરી ઝડપથી પૂર્ણ કરી શકાતી નથી. આ સંજોગોમાં 10 વર્ષ પછી સરકાર મુદ્દત વધારી આપે તેવી જોગવાઈ કરવામાં આવી છે.

87 હજાર મંડળીમાં 1071 કરોડ સભાસદો...

રાજ્યમાં હાલ 87 હજારથી વધુ સહકારી મંડળીઓ કાર્યરત છે અને તેમાં 1.71 કરોડ જેટલાં વ્યક્તિઓ સભ્ય બન્યા. આ મંડળીઓ પૈકી ત્રીજા ભાગની એટલે કે 30 હજારથી વધુ મંડળીઓ માત્ર હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ પ્રકારની છે. દૂધ ક્ષેત્રે ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનું ટર્નઓવર આજે 80,000 કરોડ જેટલું થયું છે. રાજ્યમાં 214 જેટલી નાગરીક શહેરી સહકારી બેંકો આવેલી છે. 10 હજારથી વધુ PACS, 6000 ક્રેડીટ સોસાયટીઓ અને 16000 દૂધમંડળીઓ છે. જેથી તેના વિકાસ અને નિયંત્રણ માટે અસરકારક સહકારી કાયદો જરૂરી છે.

હવે સોસાયટીમાં ટ્રાન્સફર ફી નિયત કરવા પ્રમુખ-કમિટીની મનમાની નહીં ચાલે, સહકારી મંડળીઓના અધિનિયમ 1991માં સુધારો 2 - image


Google NewsGoogle News