Get The App

લીલો દુકાળ જાહેર કરી 10 હજાર કરોડનું પેકેજ આપે સરકાર: આંદોલન કરશે ગુજરાત કોંગ્રેસના નેતાઓ

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
લીલો દુકાળ જાહેર કરી 10 હજાર કરોડનું પેકેજ આપે સરકાર: આંદોલન કરશે ગુજરાત કોંગ્રેસના નેતાઓ 1 - image


Damage To farmer Crops In Gujarat: ગુજરાતમાં હાલ છેલ્લા કેટલાક દિવસથી ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જગતના તાતને મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. રાજ્યના ખેડૂતોના પાક વીમાના પ્રશ્નોને લઈને હવે કોંગ્રેસના નેતાઓ પણ ખેડૂતોની પડખે આવ્યા છે. કોંગ્રેસના નેતાઓએ માંગ કરી છે કે, લીલો દુકાળ જાહેર કરીને 10 હજાર કરોડ રૂપિયાનું પેકેજ ખેડૂતો માટે જાહેર કરવામાં આવે.

કોંગ્રેસ નેતાએ આપી આંદોલનની ચીમકી

ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે કોંગ્રેસ નેતા લલિત કગથરાએ જણાવ્યું હતું કે, 'વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે અને હાલમાં ખેડૂતોની હાલત ખૂબ જ ખરાબ છે. સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવાની કોઈ જાહેરાત કરાઈ નથી. તેથી સરકારે લીલો દુકાળ જાહેર કરને ખેડૂતો માટે 10 હજાર કરોડ રૂપિયાની સહાય જાહેર કરવી જોઈએ. જો ખેડૂતો માટે સહાયની જાહેરાત નહીં થાય તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે. 28મી ઑક્ટોબરથી સમગ્ર રાજ્યમાં આંદોલનની શરુઆત કરાશે.'

ખેડૂતોના આપઘાતની ઘટનામાં 11 ટકાનો વધારો

બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય-કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને માત્ર સહાયની વાતો કરવામાં આવે છે. ભાજપ સરકારમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોના આપઘાતની ઘટનામાં 11 ટકાનો વધારો થયો છે. સરકાર સર્વેના નામે માત્ર નાટક કરી રહી છે. ઉદ્યોગપતિઓનું દેવું માફ કરવામાં આવે છે પરંતુ ખેડૂતોને કંઈ મળતું નથી.'

આ પણ વાંચો: પાટણમાં શાળાનો આચાર્ય બાળકીઓ સાથે કરતો હતો શારીરિક અડપલાં, ભૂલ સ્વિકારી માફી માંગી


જગતનો તાત ચિંતિત

ઉલ્લેખનીય છે કે, રાજ્યના વિવિધ ભાગોમાં પડેલા વરસાદના કારણે કપાસ, મગફળી, સોયાબીન, મરચા, ડુંગળી સહિતનાં તૈયાર પાકને વ્યાપક નુકસાન થયું છે. જેને લઈને પીડિત ખેડૂતોને વહેલી તકે યોગ્ય સહાય વળતર ચૂકવવા માંગ ઊઠી છે.

14 જિલ્લામાં ખેતીના પાકો નષ્ટ થઈ ગયા

કેન્દ્ર સરકારના 2016ના મેન્યુઅલ પ્રમાણે કુદરતી આપત્તિમાં રાજ્યોને પૂરતી સહાય આપવી જોઈએ. આ વખતે રાજ્યમાં 140 ટકા વરસાદ થયો છે અને 14 જિલ્લામાં ખેતીના પાકો નષ્ટ થઈ ગયા છે. જે પાક બચ્યા છે તેમાં ગુણવત્તાનો અભાવ જોવા મળે છે એટલે કે પ્રોડક્ટિવિટી ઘટી ગઈ છે, પરિણામે ઉત્પાદન પણ ઓછું થવાનો ભય છે.

લીલો દુકાળ જાહેર કરી 10 હજાર કરોડનું પેકેજ આપે સરકાર: આંદોલન કરશે ગુજરાત કોંગ્રેસના નેતાઓ 2 - image


Google NewsGoogle News