કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કોઈ છૂટછાટ નહીં, કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર આપવામાં આવી આ છૂટછાટ
ગાંધીનગર, તા. 18 મે 2020, સોમવાર
દેશભરમાં આજથી લોકડાઉન 4.0નો અમલ થઇ ચૂક્યો છે. ત્યારે મેરેથોન બેઠક બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકડાઉન-4 અંગે મહત્વની જાહેરાત કરી હતી. ગુજરાતમાં શું ખુલશે અને શું નહી ખુલે તે અંગે નિયમો બનાવ્યા છે. મુખ્યમંત્રીએ ગુજરાતની જનતાનો આભાર માનતા પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું કે કોરોના મહામારી સામે 54 દિવસથી ગુજરાતની જનતા લડી રહી છે. ત્રણેય લૉકડાઉનમાં ગુજરાતની જનતાએ સહકાર આપ્યો છે. કોરોના સંક્રમણને રોકવા સૌ પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું, ગુજરાતની પ્રજાને અભિનંદન આપું છું. રાજ્ય સરકાર ગરીબ, શ્રમિક અને મધ્યમવર્ગની ચિંતા કરે છે.
પ્રેસ કોન્ફરન્સની Highlight
- ગુજરાતમાં છૂટછાટ અને પ્રતિબંધ અંગે રાજ્ય સરકારની મહત્વની જાહેરાત
- લૉકડાઉન 4.0ને લઇને રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાઇ ગાઈડલાઈન
- મનપા કમિશનરો અને જિલ્લા કલેક્ટરો સાથેની CM રૂપાણીએ કરી હતી બેઠક
- પશ્ચિમ અમદાવાદમાં વેપાર ધંધા ખોલવાની છૂટ છે. સવારે 8-4 દરમિયાન દુકાનો ઓડ-ઇવન નંબર પ્રમાણે ખૂલશે.
- કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવશ્યક સેવાઓ સિવાય કોઈ પણ બાબતની પરવાનગી નહીં
- રાજ્યને કન્ટેઇનમેન્ટ અને નોન કન્ટેઇનમેન્ટ ઝોનમાં વહેંચવામાં આવ્યું
- સમગ્ર ગુજરાતમાં ST બસ સેવા શરૂ, પાનના ગલ્લા ખુલશે
- રાજ્યમાં રાત્રે 7.00 વાગ્યાથી સવારે 7.00 વાગ્યા સુધી બધું જ બંધ રહેશે.
- રાજ્યમાં આ સમય દરમિયાન તમામ વેપાર-ધંધા તેમજ આવનજાવન પર પ્રતિબંધ રહેશે.
- રાજ્યના કન્ટેનમેન્ટ ઝોનમાં આવનાર 31 મે સુધી માત્ર આવશ્યક ચીજ વસ્તુઓ જ મળશે
- અમદાવાદ અને સુરત સિવાય ઓટો રિક્ષા શરૂ કરાશે, એક રિક્ષામાં વધુમાં વધુ બે વ્યક્તિ જ બેસી શકે
- નોન કન્ટેનમેન્ટ ઝોનમાં ટેક્સી ચાલશે, પરંતુ ડ્રાઈવર સાથે માત્ર બે જ જણ
- કન્ટેનમેન્ટ ઝોન સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં ST બસ સેવા શરૂ કરાશે
- અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં નોન કન્ટેનમેન્ટ ઝોન વિસ્તારમાં દૂકાનો અને કોર્પોરેટ ઓફિસો શરૂ કરાશે
- રાજ્યમાં નોન કન્ટેનમેન્ટ ઝોનમાં પાનના ગલ્લાઓ અને હેર સલૂન શરૂ કરી શકાશે
- રાજ્યમાં નોન કન્ટેનમેન્ટ ઝોનમાં સવારે 8થી 4 વાગ્યા સુધી દૂકાનો ખોલી શકાશે
- રાજ્યના નોન કોન્ટનમેન્ટ ઝોનમાં 33% ટકા સ્ટાફ સાથે કોર્પોરેટ ઓફિસ અને દૂકાનો ખોલી શકાશે
- ઉદ્યોગ બંધ રાખી રાજ્ય આર્થિક રીતે ભાંગી ના પડે એટલે પૂર્વવત કરી રહ્યા છે
- કાલથી અમૂલના પાર્લર પર 3 લેયર અને N 95 માસ્ક મળશે
- અમૂલ પાર્લર પર 3 લેયર માસ્ક 5 રૂપિયાનું અને N 95 માસ્ક 65 રૂપિયામાં મળશે
- સવારના 8થી બપોરના ત્રણ વાગ્યા સુધી આવશ્યક વસ્તુઓના વેચાણની છૂટ
- બન્ને ઝોનમાં બંધ શાળા-કોલેજો, જીમ, સ્વિમિંગ પૂલ, બાગ બગીચા, મોલ, સિનેમાગૃહો, ધાર્મિક કાર્યક્રમો બંધ રહેશે, સિટી બસ સેવા, ખાનગી સેવાઓ પણ બંધ રહેશે.
- અમદાવાદ અને સુરત સિવાય સમગ્ર રાજ્યમાં ઓટોરીક્ષા શરૂ કરવામાં આવશે એક રીક્ષામાં વધુમાં વધુ બે મુસાફર બેસાડી શકાશે.
- સુરતમાં ટેક્સટાઈલ માર્કેટને ખોલવાની મંજૂરી
- અમદાવાદમાં પશ્વિમ વિસ્તારમાં પણ ખૂલી શકશે દુકાનો
- કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય ગેરેજ અને સર્વિસ સ્ટેશન ખુલ્લા મૂકાશે
- અમુલ પાર્લર પર માસ્કનું વેચાણ કરવામાં આવશે. થ્રી લેયર માસ્ક 5 રૂપિયમાં અને N95 માસ્ક 65 રૂપિયામાં મળશે.
કન્ટેન્ટમેન્ટ ઝોન
- આવશ્યક ચીજ વસ્તુ સીવાય કોઈ પણ ચીજ વસ્તુંની સુવિધા નહી મળે.
- શાકભાજી, દુધ, અનાજ, દવા મળશે
- બસ સેવાને મંજૂરી નહી મળે
નોન કન્ટેન્ટમેન્ટ ઝોન
- સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી ધંધા ખુલા રહેશે
- શાળા કોલેઝો નહી ખુલે, જીમ નહી ખુલે
- મોટા મેળવડા નહી યોજી શકાય
- કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય વેપાર ધંધાને છૂટ
- કન્ટેન્ટમેન્ટ ઝોનમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ નહીં અપાય, શાળા, કોલેજો જિમને મંજૂરી નહીં મળે, બગીચાઓ, થિયેટર, મેળાવડાઓ, ધાર્મિક સ્થાનો બંધ રહેશે
- કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાય વેપાર ધંધાને છૂટ, કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં બસ
- કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 8થી 4 વાગ્યા સુધી અપાશએ છૂટછાટ
- કેસના આધારે કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ફેરફાર કરાશે
- અમદાવાદ શહેરમાં બસોના આવન જાવન પર પ્રતિબંધ
- કોરોના સંકટ 2 ભાગમાં વહેચાયું
- લગ્ન સમયે 50 અને મૃતકના અંતિમવિધીમાં 20 લોકોને મંજૂરી
- દુકાનમાં પાન-માવા બીડીને છૂટછાટ મળી ગઈ
- શલૂન, બ્યૂટીપાર્લરમાં સોશિયલ ડિસ્ટન્સિંગની શરતે મંજૂરી અપાઈ
- પબ્લીક લાઈબ્રેરીની પણ છૂટછાટ અપાઈ
- કન્ટેન્ટેમેન્ટ સિવાયના વિસ્તારમાં કેબ અને ગાડીમાં 2 માણસોની છૂટછાટ, અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં આ સેવા નહીં મળે
- રાજ્યમાં હાઈવે પર ઢાબાઓને પણ સરકારે છૂટછાટ આપી
- 33 ટકા સ્ટાફ સાથે કન્ટેન્ટમેન્ટ ઝોન બહાર ઓફિસ ખૂલી શકાશે, અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં છૂટછાટ નહીં મળે
- પ્રાઈવેટ કારમાં 3 અને ટુ વ્હિલરમાં એક વ્યક્તિને જ અપાઈ છૂટ
નોન કન્ટેન્મેન્ટ ઝોનમાં ખુલશે આ વસ્તુઓ
- નોન કન્ટેન્મેન્ટ ઝોનમાં ઓડ-ઇવન પદ્ધતિથી સવારે 8 થી 4 દુકાનો ખુલી શકશે
- અમદાવાદ અને સુરત સિવાય તમામ જગ્યાએ રીક્ષા શરુ થશે, 2 મુસાફરોને માન્યતા
- કન્ટેન્મેન્ટ સિવાયના રાજ્યના વિસ્તારોમાં પાનના ગલ્લા અને સલુનને છુટ
કોરોના વોરિયર્સે સારી કામગીરી કરી
છેલ્લા 54 દિવસથી મહામારી કોરોના સામે ગુજરાતની જનતા ગુજરાતના સૌ કોરોના વોરિયર્સ યોદ્ધાઓ, આપણે બધા એક થઈને ગુજરાતમાં કોરોના પરનું સંક્રમણ કેવી રીતે અંકુશમાં રાખીએ કે લોકો હેરાન ન થાય એટલા માટે લોકડાઉન 1-2-3નો આપણે અમલ કર્યો છે. કોર્પોરેશનના સફાઈ કામદારોથી લઇને પોલીસ અને ડોક્ટરોએ આ યુદ્ધમાં એક યોદ્ધા તરીકે પોતાનું કર્તવ્ય બજાવ્યું છે. આ લોકોને અભિનંદન આપું છું. સરકારી કર્મચારીઓ સંવદેનશીલ નથી હોતા એ માન્યતાને ખોટી પૂરવાર કરી છે. સૈકામાં પ્રથમવાર લોકડાઉનનો શબ્દ આવ્યો છે અને તેનું પાલન કર્યું છે. કેન્દ્રની સરકારે સમયસર પગલાં ભરીને ભારતની સરકારને માર્ગદર્શન આપ્યું છે. લોકડાઉન 4નું નોટિફિકેશન ગત રોજ જાહેર થયું છે. કોરોના સામેની લડાઈ હજુ લાંબી છે. જે માટે પ્રયત્નો ચાલુ છે. સાથે સાથે 55 દિવસના લોકડાઉનમાં રોજ કમાનારા લોકો સ્વાભાવિક રીતે હેરાન થયા છે. કોરોનાને આપણે અટકાવવાનો છે.
રાજ્યમાં વ્યવસ્થાઓમાં 2 ભાગ પાડ્યા
ગુજરાતની સરકારે ગરીબ, શ્રમિક વર્ગ, મજદૂર અને મધ્યમવર્ગને ધ્યાને લઇને તેમજ કોરોનાને વધતો અટકાવવા માટે સરકારે આજે નવા નિર્ણયો લીધા છે. આ વખતની સરકારની ગાઈડલાઈનમાં કયા કયા ઝોનમાં સંક્રમણ થયું છે એના આધારે રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોન જાહેર કર્યા છે. રાજ્યમાં વ્યવસ્થાઓમાં 2 ભાગ પાડયા છે. એક કન્ટેન્ટમેન્ટ ઝોન અને બીજો નોન કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર અમે જાહેર કર્યા છે. આ બાબતે સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરીને આજે ઝોન જાહેર કરાયા છે.