Get The App

રાજ્યના વધુ બે IAS અધિકારીને મળ્યું પ્રમોશન: ડી થારા અને વત્સલા વાસુદેવને બનાવાયા અધિક મુખ્ય સચિવ

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
રાજ્યના વધુ બે IAS અધિકારીને મળ્યું પ્રમોશન: ડી થારા અને વત્સલા વાસુદેવને બનાવાયા અધિક મુખ્ય સચિવ 1 - image


IAS Officer Promotion : રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે રાજ્ય સરકારના વર્ષ 2012ની બેચના 17 IAS અધિકારીઓના સિલેક્શન ગ્રેડને મંજૂરી આપી છે, ત્યારે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે બુધવારે બે સિનિયર IAS અધિકારીના પ્રમોશનના હુકમ કરાયા છે. જ્યારે હવે રાજ્ય સરકાર દ્વારા આ બંને અધિકારીઓને પ્રમોશન સાથે અધિક મુખ્ય સચિવ બનાવવામાં આવ્યા છે. 

IAS ડી થારા અને IAS વત્સલા વાસુદેવને બનાવાયા અધિક મુખ્ય સચિવ

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે રાજ્ય સરકારના વર્ષ 2012ની બેચના 17 IAS અધિકારીઓના સિલેક્શન ગ્રેડને મંજૂરી આપી છે. તેમજ અન્ય 9 IAS અધિકારીઓને સિનિયોરિટી(Senior Time Scale of IAS)માં વધારો કર્યો છે. આ દરમિયાન રાજ્યના વધુ બે IAS અધિકારીને પ્રમોશન આપવામાં આવ્યું છે. સરકારના સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણીએ હુકમ કરીને વડોદરા ખાતે ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ પાવર કંપની લિ.ના મેનેજિંગ ડિરેક્ટર 1995 બેચના IAS વત્સલા વાસુદેવને સરકારના અધિક મુખ્ય સચિવના ગ્રેડમાં બઢતી આપવામાં આવી છે. 

આ પણ વાંચો: રાજ્ય સરકારે 17 IAS અધિકારીઓની સિનિયોરિટીને આપી મંજૂરી, પગાર વધારાનો મળશે લાભ

આ ઉપરાંત નવી દિલ્હી ખાતે કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના અધિક સચિવ 1995  બેચના IAS ડી. થારાને રાજ્ય સરકારના અધિક મુખ્ય સચિવના ગ્રેડ સાથે પ્રમોશન આપવામાં આવ્યું છે. IAS ડી. થારા અગાઉ અમદાવાદના મ્યુનિસિપલ તરીકે ફરજ પર રહી ચૂક્યા છે. 


Google NewsGoogle News