ગુજરાત રાજ્યનું મંત્રીમંડળ પ્રથમ વખત કરશે રામલલાના દર્શન, અયોધ્યા જવા રવાના
અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામ મંદિરમાં રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા માટે પૂજા-અર્ચના કરી હતી
Gujarat News : ગુજરાત વિધાનસભાનું સત્ર પૂર્ણ થયું છે. ત્યારે મુખ્યમંત્રી, વિધાનસભા અધ્યક્ષ સહિત તમામ મંત્રીઓ આજે અયોધ્યા જવા રવાના થયા છે. અયોધ્યમાં રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ ગુજરાત રાજ્યનું મંત્રીમંડળ પ્રથમ વખત રામલલાના દર્શન કરશે.
રાજ્યનું મંત્રીમંડળ રામલલાના દર્શન કરશે
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તેમજ ભાજપના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ અને ઉપદંડક સહિતના પદાધિકારીઓ આજે અયોધ્યા જવા રવાના થયા હતા. આજે સવારે અમદાવાદ એરપોર્ટ પરથી અયોધ્યા જવા રવાના થયા હતા. ગુજરાત રાજ્યનું મંત્રીમંડળ રામ મંદિરમા રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ પ્રથમ વખત અયોધ્યા જશે અને પ્રભુ રામના દર્શન કરશે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ મંત્રીમંડળ અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા બાદ લખનઉ જશે.
જાન્યુઆરીમાં રામ મંદિરમાં રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો
ઉત્તરપ્રદેશના અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામ મંદિરમાં રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો હતો. રામ મંદિરના ગર્ભગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં ભાગ લીધો હતો. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા માટે પૂજા-અર્ચના કરી હતી. તેમની સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત, રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા.
અગાઉ ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ભવન માટે ફાળવવામાં આવેલી જમીનનું નિરક્ષણ કર્યું હતું
અગાઉ 2023ની 25મી નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શાહનવાજપુરમાં ગુજરાત ભવન માટે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીનનું નિરક્ષણ કર્યું હતું. આ ઉપરાંત સીએમ દ્વારા અયોધ્યામાં ગુજરાત ટૂરિઝમની ઓફિસનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું.