Gujarat Assembly ByPoll Result 2024: વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કોને કેટલા મત મળ્યા

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
Gujarat Assembly ByPoll Result 2024: વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, જાણો કોને કેટલા મત મળ્યા 1 - image


Gujarat Assembly ByPoll Result 2024: ગુજરાત લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આજે સાંજ સુધીમાં સ્પષ્ટ થઇ જશે. તો ગુજરાતની પાંચ વિધાનસભા બેઠકો પર થયેલી પેટા ચૂંટણીના પરિણામો પણ આજે સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠક પર યોજાઇ હતી. જે પાંચેય બેઠકોના પરિણામો પણ આજે જાહેર કરવામાં આવ્યા છે.

ELECTION RESULTS LIVE UPDATES:

03:27 PM

ખંભાતથી ચિરાગ પટેલનો વિજય

ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને 88,457 મત મળ્યા છે. કોંગ્રસ ઉમેદવાર મહેન્દ્ર પરમારને 50,129 મત મળ્યાં. ભાજપ 38,328 મતથી જીત.​​​​​​​ ​​​​​​​

2:41 PM

ખંભાતમાં ભાજપ 38,202 મતથી આગળ

ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને 87,707 મત મળ્યા છે. કોંગ્રસ ઉમેદવાર મહેન્દ્ર પરમારને 49,505 મત મળ્યાં છે. ભાજપ 38,202 મતથી આગળ.

01:46 PM

માણાવદરથી અરવિંદ લાડાણીની જીત

માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર અરવિંદ લાડાણીને 75,155 તો કોંગ્રેસ ઉમેદવાર હરિભાઈ કણસાગરને 46,291 મત મળ્યાં છે. ભાજપની 28,864 મતની લીડથી જીત થઇ છે.

01:32 PM

માણાવદરથી ભાજપના ઉમેદવાર આગળ

માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મત ગણતરીનો 17મો રાઉન્ડ સમાપ્ત થયો છે. આ​​​​​​​ બેઠક પર ભાજપ ઉમેદવાર અરવિંદ લાડાણીને 71,281 મળ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર હરિભાઈ કણસાગરને 44,281 ​​​​​​​મત મળ્યાં છે. ભાજપ 26,950 મતથી ​​​​​​​આગળ છે.​​​​​​​

01:04 PM

અર્જુન મોઢવાડિયાની જંગી બહુમતિ સાથે જીત

પોરબંદર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને 1,31,852 મત મળ્યા છે તો કોંગ્રસ ઉમેદવાર રાજુ ઓડેદરાને 16,094 મત મળ્યાં છે. અર્જુન મોઢવાડિયાની 1 લાખ 17 હજાર મતોની લીડથી ભવ્ય જીત થઈ છે.

12:45 PM

વિજાપુરથી સી.જે.ચાવડા અને વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા  જીત

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણીની બેઠકોની પણ મતગણતરી ચાલી રહી છે. જેમાં વિજાપુર બેઠક પરથી સી.જે ચાવડાની જીત થઈ છે. 54 હજાર કરતા પણ વધારે મતથી જીત થઈ છે. નોંધનીય છે કે વિજાપુરના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી સી.જે.ચાવડાએ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. ભાજપે વિજાપુર બેઠક પરથી જ સી.જે ચાવડાને ટિકિટ આપી હતી. સી.જે ચાવડાને ટિકિટ આપતા ભાજપમાં આંતરિક અસંતોષ જોવા મળ્યો હતો. આ ઉપરાંત વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો વિજય થયો છે. 121265 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલને 42500 મત મળ્યા હતા. હજી પોસ્ટલ બેલેટ મતોની ગણતરી ચાલુ છે.


12:36 PM

સી. જે. ચાવડાને 23 હજાર મતથી આગળ

પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીની મત ગણતરીનો 12મો રાઉન્ડ સમાપ્ત થયો છે. ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા 75,790 મતથી વધારે લીડથી આગળ ચાલી રહ્યા છે. વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાદર સી. જે. ચાવડાને 23 હજાર મતની લીડથી આગળ ચાલી રહ્યું છે. વિજાપુર બેઠકની મતગણતરીનો આઠમો રાઉન્ડ પૂર્ણ થયો છે. માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી 17,000 વોટથી આગળ ચાલી રહ્યા છે. આ બેઠકના મતગણતરીનો 10મો રાઉન્ડ પૂર્ણ થયો છે. 

ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલ 21,215 મતની લીડથી આગળ ચાલી રહ્યું છે. વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા 43,440 મતની લીડથી આગળ ચાલી રહ્યું છે. અહીં મતગણતરીનો નવમો રાઉન્ડ પૂર્ણ થયો છે.

11:58 AM

ભાજપની જીત લગભગ નિશ્ચિત

પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીની મત ગણતરીનો 10મો રાઉન્ડ સમાપ્ત થયો છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને 72,250 મત મળ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર રાજુ ઓડેદરાને 7,018 મત મળ્યાં છે. અર્જુન મોઢવાડિયા 66,230 મતથી વધારે લીડથી આગળ ચાલી રહ્યા છે. વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાદર સી. જે. ચાવડાને 38,580 મત મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલને 20,089 મત મળ્યા છે. આ બેઠક પર ભાજપ 18,490 મતની લીડથી આગળ ચાલી રહ્યું છે.

માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી 17,000 વોટથી આગળ ચાલી રહ્યા છે. ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને 34,350 મત મળ્યા છે. કોંગ્રસ ઉમેદવાર મહેન્દ્ર પરમારને 18,955 મત મળ્યાં. અહીં  ભાજપ 15,390 મતથી આગળ ચાલી રહ્યું છે. વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 38,326 મત મળ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલને 17,485 મત મળ્યાં છે. આ બેઠક પર ભાજપ 20,840 મતની લીડથી આગળ ચાલી રહ્યું છે.

11:40 AM

ભાજપ બહુમતિ તરફ આગળ વધી રહી છે

પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીની મત ગણતરીનો નવમો રાઉન્ડ પૂર્ણ થયો છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને 64,900 મત મળ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર રાજુ ઓડેદરાને 6,310 મત મળ્યાં છે. અર્જુન મોઢવાડિયા 58,580 મતથી વધારે લીડથી આગળ ચાલી રહ્યા છે. વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાદર સી. જે. ચાવડાને 32, 460 મત મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલને 18,400 મત મળ્યા છે. આ બેઠક પર ભાજપ 14,050 મતની લીડથી આગળ ચાલી રહ્યું છે.

માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી 16,500 વોટથી આગળ ચાલી રહ્યા છે. ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને 34,350 મત મળ્યા છે. કોંગ્રસ ઉમેદવાર મહેન્દ્ર પરમારને 18,955 મત મળ્યાં. અહીં ભાજપ 15,390 મતથી આગળ ચાલી રહ્યું છે.

11:10 AM

પાંચ વિધાનસભા બેઠકો પર ભાજપ ઉમેદવારોની જંગી લીડ

પોરબંદર વિધાનસભા બેઠક પર પાંચમા રાઉન્ડની મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને 33,400 મત મળ્યા છે, મોઢવાડિયાની સામે કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરાને 3900 મત મળ્યા છે, આમ ભાજપના ઉમેદવાર મોઢવાડિયા 29 હજાર 400 કરતા વધારે મતની લીડથી આગળ ચાલી રહ્યા છે. ખંભાત વિધાનસભા બેઠક પર પણ ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. આ ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને 25,500 મત તો કોંગ્રેસ ઉમેદાવર મહેન્દ્ર પરમારને 12,990 મત મળ્યાં છે. ભાજપ 11,500 કરતા વધારે મતથી આગળ ચાલી રહ્યું છે. 

વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 38,326 વોટ મળ્યા છે. તો કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલને 17,485 વોટ મળ્યાં છે. આમ, વાઘોડિયા બેઠક પર ભાજપ 20,840 વોટની લીડથી આગળ ચાલી રહ્યું છે. વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાદર સી. જે. ચાવડાને 14,640 વોટ મળ્યા છે,તો કોંગ્રેસ ઉમેદવાર દિનેશ પટેલને 9,182 વોટ મળ્યા છે. આ બેઠક પર ભાજપ 5,450થી વધારે લીડથી આગળ ચાલી રહ્યું છે.

10:48 AM

અર્જુન મોઢવાડિયા 29 હજારથી મતથી આગળ

પાંચમાં રાઉન્ડની મતગણતરીના અંતે પોરબંદર વિધાનસભા બેઠકથી ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાને 33,400 મત મળ્યા છે, મોઢવાડિયાની સામે કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરાને 3900 મત મળ્યા છે. અર્જુન મોઢવાડિયા 29 હજાર 400 કરતા વધારે મતની લીડથી આગળ ચાલી રહ્યા છે. ખંભાત વિધાનસભા બેઠક પર પણ ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલને 18,950 મત તો કોંગ્રેસ ઉમેદાવર મહેન્દ્ર પરમારને 10,785 મત મળ્યાં છે. ભાજપ 8170 કરતા વધારે મતથી આગળ ચાલી રહ્યું છે.

વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 38,326 વોટ મળ્યા છે. તો કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલને 17,485 વોટ મળ્યાં છે.આ બેઠક પર ભાજપ 20,840 મતથી આગળ ચાલી રહ્યા છે. વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાદર સી.જે. ચાવડાને 14,640 મત મળ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર દિનેશ પટેલને 9,182 વોટ મળ્યા છે. વિજાપુરથી ભાજપ 5,450થી વધારે લીડથી આગળ ચાલી રહ્યું છે. 

10:22 AM

અર્જુન મોઢવાડિયા 22 હજાર મતથી આગળ

પોરબંદર વિધાનસભા બેઠક પર ચોથા રાઉન્ડની મતગણતરીના અંતે ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા 22 હજાર મતથી આગળ છે. ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલ 8300થી વધું મત મળ્યા છે.તો કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્ર પરમારને 5900 મતો મળ્યાં છે. ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર 2300થી વધું મતથી આગળ ચાલી રહ્યા છે.

વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર સી. જે. ચાવડા 3 હજારથી વધારે મતોથી આગળ ચાલી રહ્યા છે. માણાવદર વિધાનસભામાં ભાજપના અરવિંદ લાડાણી 3680 મતથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે વાઘોડિયાથી ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા 5 હજાર વધુ મતથી આગળ છે.

10:00 AM

ભાજપના ઉમેદવારો આગળ 

પોરબંદર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા 10 હજાર 600 મતોથી આગળ ચાલી રહ્યા છે. માણાવદર વિધાનસભામાં ભાજપના અરવિંદ લાડણી 3600 મતોથી આગળ ચાલી રહ્યા છે. ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલ 4500 મતથી આગળ ચાલી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસ ઉમેદવાર મહેન્દ્ર પરમારને 3120 મત મળ્યાં છે. ભાજપ ઉમેદવાર ચિરાગ પટેલ 1300 મતોથી વધારે આગળ ચાલી રહ્યા છે. વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને 7400 મત, તો કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલને 2350 મત મળ્યાં છે. ભાજપ ઉમેદવાર 5 હજારથી વધારે મતથી આગળ છે. વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપ ઉમેદવાર સી. જે. ચાવડા 550 મતથી આગળ ચાલી રહ્યા છે.

9:40 AM

પોરબંદર વિધાનસભા બેઠક પર અર્જૂન મોઢવાડિયા અઢી હજાર મતથી આગળ ચાલી રહ્યા છે. જ્યારે વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા 7 હજાર મતોથી આગળ ચાલી રહ્યા છે. વાઘોડિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર કનુ ગોહિલને અત્યારસુધી અઢી હજાર મતો મળ્યા હોવાના અહેવાલો છે. આમ, વાઘોડિયા બેઠક પર ભાજપ ઉમેદવાર 5 હજારથી વધારે મતોથી આગળ ચાલી રહ્યા છે.

ગુજરાતની પાંચ વિધાનસભા પેટા ચૂંટણીના પ્રાથમિક રુઝાનમાં પોરબંદર, વાઘોડિયા, વિજાપુર બેઠક પર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા આગળ ચાલી રહ્યા છે. જ્યારે વાઘોડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને વિજાપુર બેઠક પર ભાજપના ઉમેદવાર સીજે ચાવડા પ્રાથમિક રુઝાનમાં આગળ ચાલી રહ્યા છે.

1) પોરબંદર વિધાનસભા બેઠક પેટા ચૂંટણી પરિણામ

પોરબંદર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાનો જંગ કોંગ્રેસના ઉમેદવાર રાજુ ઓડેદરા સામે છે. અર્જુન મોઢવાડિયાએ ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપ પક્ષમાં એન્ટ્રી કરી હતી. અને, ભાજપે અર્જુન મોઢવાડિયાને પોરબંદર બેઠક પર મોઢવાડિયાને ટિકિટ આપી હતી. મોઢવાડિયા કોંગ્રેસ તરફ ગત ચૂંટણીમાં પોરબંદર બેઠક પર વિજય બન્યા હતા.

2) વિજાપુર વિધાનસભા બેઠક પેટા ચૂંટણી પરિણામ

વિજાપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર સીજે ચાવડા છે. ભાજપના ઉમેદવાર સીજે ચાવડા સામે વિજાપુર બેઠક પર કોંગ્રેસે દિનેશ પટેલને મેદાને ઉતાર્યા છે. 

3) વાઘોડિયા વિધાનસભા બેઠક પેટા ચૂંટણી પરિણામ

વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે કોંગ્રેસના ઉમેદવાર કનુભાઇ ગોહિલનો ખરાખરીનો જંગ છે.

4) માણાવદર વિધાનસભા બેઠક પેટા ચૂંટણી પરિણામ

માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી ચૂંટણી લડી રહ્યા છે, તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર હરિભાઇ કણસાગરાને ટિકિટ આપવામાં આવી છે.

5) ખંભાત વિધાનસભા બેઠક પેટા ચૂંટણી પરિણામ

ખંભાત બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલ સામે કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમાર ચૂંટણી લડી રહ્યા છે.


Google NewsGoogle News