Get The App

આજે ગુજરાત ભાજપ લોકસભા બેઠકોમાં ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરશે

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
આજે ગુજરાત ભાજપ લોકસભા બેઠકોમાં ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ કરશે 1 - image

image : Socialmedia

અમદાવાદ,તા.23 જાન્યુઆરી 2024,મંગળવાર

 અયોધ્યામાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ગુજરાત ભાજપ ફરી ચૂંટણી કામે સક્રિય થયુ છે. 26 પૈકી 26 બેઠકો જીતવાના  લક્ષ્ય સાથે ભાજપે ચૂંટણીની તૈયારીઓ આદરી છે. આજે ભાજપ બધીય લોકસભા બેઠકોમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયો શરૂ કરશે. ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન કરવા  રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અમદાવાદ આવી પહોચ્યા છે. રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ભાજપ ચૂંટણીની તૈયારીમાં લાગી પડયુ છે. આ વખતે ભાજપ મોદી કી ગેરંટી ના નારાં સાથે ચૂંટણી મેદાને ઉતરવા માંગે છે. પહેલીવાર એવુ થઇ રહ્યુ છેકે, ઉમેદવારની ઘોષણા થાય તે પહેલાં ભાજપ લોકસભા મત વિસ્તાર દીઠ મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરુ કરવા જઇ રહ્યુ છે. 

આજે અમદાવાદમાં એસજી હાઇવે સ્થિત જલસા પાટી પ્લોટ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા લોકસભા બેઠક મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને ખુલ્લો મૂકશે.

 વર્ષ 2014, વર્ષ 2019માં ગુજરાતમાં ભાજપે 26 માંથી 26 લોકસભાની બેઠકો પર વિજય મેળવ્યો હતો. વર્ષ 2024માં ય ભાજપ હેટ્રીક સર્જવા માંગે છે. તે જોતા ગુજરાત ભાજપે ચૂંટણી જીતવા આગોતરુ આયોજન કર્યુ છે. 

આ વખતે ભાજપ કોઇપણ જોખમ ખેડવા તૈયાર નથી જેના પગલે આ વખતે પણ વિધાનસભાની જેમ લોકસભાની ચૂંટણીમાં પેજ કમિટીના પેટર્નથી ચૂંટણી જીતવા આયોજન કરાયુ છે. 


Google NewsGoogle News