ગુજરાત LEADS રિપોર્ટમાં દેશમાં નંબર વન, જાણો અન્ય રાજ્યોની શું છે સ્થિતિ
નવી દિલ્હી, તા. 8 નવેમ્બર 2021, સોમવાર
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સોમવારે ત્રીજી લીડ્સ (LEADS) એટલે લોજિસ્ટિક્સ ઇઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટસનો ત્રીજો રિપોર્ટ જારી કર્યો છે. જેમાં ગુજરાત સૌથી ઉપર અને હરિયાણા બીજા તથા પંજાબ ત્રીજા ક્રમાંકે રહ્યું છે. આ યાદીમાં ઉત્તર પ્રદેશ, છઠ્ઠા, બંગાળ પંદરમા, મધ્ય પ્રદેશ 17મા અને બિહાર 19મા ક્રમાંકે છે. રિપોર્ટ ત્રણ અલગ-અલગ આધાર પર તૈયાર કરવામાં આવ્યો છે.
રિપોર્ટ જાહેર કરતા સમયે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે આ રિપોર્ટ સંપૂર્ણ રીતે નિષ્પક્ષ અને પારદર્શક રીતે તૈયાર કરવામાં આવ્યો છે, તેમા કોઈ સરકારી દખલગીરી નથી. પીયૂષ ગોયલે જણાવ્યું કે આપણે ભવિષ્યને ધ્યાનમાં રાખી પગલા લેવાની જરૂર છે. તેને ધ્યાનમાં રાખતા રાજ્યોમાં ઉદ્યોગો અને બિઝનેસને વધારવા અને ખામીઓને સમજાવતો આ ત્રીજો રિપોર્ટ લીડ્સ 2021 જારી કર્યો છે. તેમા રાજ્યોની રેન્કિંગ છે અને સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે કયા રાજ્યમાં કેવી રીતે સુધારો થયો છે.