ડ્રગ્સનું આયાત કેન્દ્ર બન્યું ગુજરાત, 7 વર્ષમાં પ્રતિદિન સરેરાશ 15 કરોડનું ડ્રગ્સ પકડાયું, નશાબંધી કાયદો નામશેષ!
Drugs seized in Gujarat: ગુજરાતમાં નશાબંધી કાનૂન નામશેષ થઈ રહ્યો છે અને દારૂની બંધી રોકવા માટે સરકાર પાસે કોઈ એક્શન પ્લાન નથી. પરંતુ તેનાથી પણ વધુ ખતરનાક હદે ડ્રગ્સનો કારોબાર વધી રહ્યો છે.
40 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું
આખા દેશમાં ગુજરાતનો દરિયા કિનારો જ એવો છે કે જ્યાંથી સાત વર્ષમાં 40 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. એટલે કે પ્રતિદિન સરેરાશ 15 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાય છે. નશાખોરીના ગુજરાત મોડલને છતાં શાંત અને સુરક્ષિત માનવામાં આવે છે. ગુનેગારો ગુના કરવામાં, દુષ્કર્મ આચરવામાં, નશાખોરી કરવામાં, ડ્રગ્સ વેચવામાં વ્યસ્ત છે. યુવા અને બાહોશ ગૃહમંત્રી શોબાજી અને સોશિયલ મીડિયામાં છવાઈ જવામાં વ્યસ્ત છે.
આ પણ વાંચો: 'તમે મોટી ભૂલ કરી, બિશ્નોઈ સમાજની માફી માગી લો...', ભાજપ નેતાની સલમાન ખાનને સલાહ
લોકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે દરરોજ 15 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે તેની પોલીસને ખબર છે પણ ડ્રગ્સ ક્યાંથી આવે છે, કોના માટે આવે છે, કોણ મોકલે છે અને ક્યાં જાય છે તેની ખબર નથી.