Get The App

રામ મંદિર પર હુમલાનું ષડયંત્ર: ગુજરાત ATSએ હરિયાણાથી બે શંકાસ્પદની ધરપકડ કરી, હેન્ડ ગ્રેનેડ પણ જપ્ત

Updated: Mar 3rd, 2025


Google NewsGoogle News
રામ મંદિર પર હુમલાનું ષડયંત્ર: ગુજરાત ATSએ હરિયાણાથી બે શંકાસ્પદની ધરપકડ કરી, હેન્ડ ગ્રેનેડ પણ જપ્ત 1 - image


Gujarat ATS Operation: ગુજરાત ATS (Anti-Terrorism Squad) અને હરિયાણા STF(Special Task Force)ને આતંકવાદીઓને પકડવામાં મોટી સફળતા હાથ લાગી છે. બાતમીના આધારે ફરીદાબાદથી બે આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યાં છે. હરિયાણા STF સાથે કરવામાં આવેલાં સંયુક્ત ઓપરેશનમાં આરોપી અબ્દુલ રહેમાન સહિત બે આતંકવાદી સાથે હેન્ડ ગ્રેનેડનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં ચાલુ પરેડમાં પોલીસ જવાનને આવ્યો હાર્ટ એટેક, CPR આપ્યા છતાં ના બચ્યો જીવ

મોડી રાત્રે હાથ ધરાયું ઓપરેશન

ગુજરાત ATS ને આતંકવાદીઓને પકડવામાં એક મોટી સફળતા મળી છે. હરિયાણા STF સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી હરિયાણાના ફરીદાબાદમાંથી આરોપી અબ્દુલ રહેમાન સહિત બે આતંકીઓ સાથે હેન્ડ ગ્રેનેડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, ગુજરાત ATSને બાતમી મળી હતી કે, બે શંકાસ્પદ શખસો હરિયાણાથી હેન્ડ ગ્રેનેડનો જથ્થા સાથે ઉત્તર પ્રદેશ પહોંચવાના છે. બાતમીના આધારે હરિયાણા STFને સાથે રાખી રવિવારે (2 માર્ચ) મોડી રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને બંનેને ઝડપી લેવાયા હતાં.

રામ મંદિર પર હુમલાનું ષડયંત્ર: ગુજરાત ATSએ હરિયાણાથી બે શંકાસ્પદની ધરપકડ કરી, હેન્ડ ગ્રેનેડ પણ જપ્ત 2 - image
આરોપી અબ્દુલ રહેમાન

ISI આપી હતી તાલીમ

મળતી માહિતી મુજબ, આતંકવાદીઓને રામ મંદિર પર હુમલો કરવા માટે આઈએસઆઈએ તાલીમ આપી હતી. પાકિસ્તાની ગુપ્ત એજન્સી આઈએસઆઈ તરફથી તેમને બે હેન્ડ ગ્રેનેડ આપવામાં આવ્યા હતા, જેને તે અયોધ્યા લઈને જવા ઈચ્છતા હતાં. તેમણે આ ગ્રેનેડને ખંડેર જગ્યાએ સંતાડ્યા હતાં. તેમની પાસેથી બે શંકાસ્પદ વીડિયો પણ મળી આવ્યાં છે, જેમાં દેશના મોટા ધાર્મિક સ્થળો વિશે જાણકારી હતી. પકડાયેલા આતંકવાદીની ઉંમર ફક્ત 19 વર્ષની છે.

આ પણ વાંચોઃ જામનગરની ન્યુ સાધના કોલોનીમાં ઘર વિહોણા ફલેટ ધારકોએ આશરો આપવા ધારાસભ્યને કરી રજૂઆત

શું કરતો હતો આરોપી?

આરોપી અબ્લુક રહેમાન વ્યવસાયે માંસાહારનું વેચાણ કરતો હતો. સુરક્ષા એજન્સીના જણાવ્યા અનુસાર, બે ગ્રેનેડ આઈએસઆઈના હેન્ડલરે આપ્યા હતાં. ભારતની સુરક્ષા એજન્સી એનઆઈએ અને ગુજરાત એટીએસને સૂચના મળતાં કાર્યવાહી કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, આરોપી અયોધ્યાના મિલ્કીપુરનો રહેવાસી રહેમાન ફરીદાબાદના પાલીમાં શંકર નામે છુપાયેલો હતો. અહીં તે ટ્યુબવેલ રૂમમાં રહેતો હતો, જેના માલિકનું થોડા દિવસ પહેલા અવસાન થયું હતું.


Google NewsGoogle News