Get The App

ગુજરાત ATSને મળી મોટી સફળતા, ધોળકા નજીક વેરહાઉસમાં 500 કિલો ટ્રામાડોલ ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો

Updated: Jan 28th, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ધોળકા નજીક વેરહાઉસમાં 500 કિલો ટ્રામાડોલ ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો 1 - image


Ahmedabad News : ગુજરાતમાં કચ્છ સહિતના વિસ્તારોમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદના ધોળકા નજીકના એક વેરહાઉસમાંથી 500 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો ATSએ ઝડપી પાડ્યો છે. ATSએ આશરે 50 કરોડ કિંમતનું ડ્રગ્સ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.

ધોળકામાંથી 500 કિલોગ્રામ ટ્રામાડોલ ડ્રગ્સ જથ્થો મળી આવ્યો

ગુજરાતના ખંભાતમાં ગત 24 જાન્યુઆરીએ ATSએ ગ્રીન લાઈફ ઈન્ડસ્ટ્રીમાંથી 107 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી 6 શખ્સોની ધરપકડ કરી હતી. સમગ્ર મામલે પોલીસે રણજીત ડાભી નામના આરોપીની પૂછપરછ કરતાં ખુલાસો થયો હતો કે, આરોપીએ ધોળકા ખાતે 500 કિલોગ્રામ ટ્રામાડોલ ડ્રગ્સનો જથ્થો છૂપાવીને રાખ્યો હતો. ત્યારબાદ ATSએ ધોળકાના પુલેન સર્કલ વિસ્તારમાં આવેલા દેવમ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના ગોડાઉન નંબર 54માં દરોડા પાડીને આશરે 50 કરોડની કિંમતનું 500 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. 

આ પણ વાંચો: તાપીના વેલદા ગામેથી 7 જીલેટિન સ્ટીક સાથે ચાર આરોપીઓની ધરપકડ, SOGએ કરી કાર્યવાહી

ગુજરાત ATSના SPએ જણાવ્યું હતું કે, 'ધોળકામાંથી 500 કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત કરી લેવામાં આવ્યું છે. ડ્રામાડોલ ડ્રગ્સનો જથ્થો આફ્રિકન દેશોમાં મોકલવાનો હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું. ડ્ર્ગ્સને પેક કરવા માટેની સામગ્રી રાખવામાં આવેલી હતી અને છેલ્લા આઠ મહિનાથી આ જથ્થો ગોડાઉનમાં રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જો કે, ગોડાઉનના માલિક કોણ છે અને સમગ્ર ઘટનામાં કોણ-કોણ સંડોવાયેલું છે તેને લઈને આગળ તપાસ શરુ છે.'


Tags :