ભોપાલ જીઆઇડીસીમાંથીMD ડ્રગ્સનો રૂ.૧૮૧૯ કરોડનો જથ્થો જપ્ત કરાયો

ગુજરાત એટીએસ અને એનસીબી દિલ્હીનું જોઇન્ટ ઓપરેશન

એમડી ડ્રગ્સના કેસમાં પાંચ વર્ષની સજા કાપ્યા બાદ આરોપીએ તેના મિત્ર સાથે મળીેને ભોપાલમાં એમડી ડ્રગ્સ તૈયાર કરવાની ફેક્ટરી શરૂ કરી હતી

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News
ભોપાલ જીઆઇડીસીમાંથીMD ડ્રગ્સનો રૂ.૧૮૧૯ કરોડનો જથ્થો જપ્ત કરાયો 1 - image

અમદાવાદ,રવિવાર

ગુજરાત એટીએસના અધિકારીઓએ શનિવારે ભોપાલ જીઆઇડીસીમાં નાર્કોટીંક્સ કંટ્રોલ બ્યુરોના દિલ્હી યુનિટ સાથે દરોડો પાડીને એમ ડી ડ્રગ્સ તૈયાર કરતી ફેક્ટરીમાંથી એમ ડી ડ્રગ્સનો રૂપિયા  ૧૮૧૯ કરોડનો જથ્થો જપ્ત કરીને બે આરોપીઓની ધરપકડ કરી હતી. ગુજરાત એટીએસના અધિકારીને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે આશરે દોઢ મહિના સુધી સર્વેલન્સ કરીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ અંગે ગુજરાત એટીએસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.ભોપાલ જીઆઇડીસીમાંથીMD ડ્રગ્સનો રૂ.૧૮૧૯ કરોડનો જથ્થો જપ્ત કરાયો 2 - image

એન્ટી ટેરેરીઝમ સ્ક્વોડ ગુજરાતના ડીવાયએસપી એસ એલ ચૌધરીને ચોક્કસ બાતમી મળી હતી કે ભોપાલમાં આવેલા બગરોડા જીઆઇડીસી સ્થિત એક મેડીસીન મેન્ક્ફેક્રીંગ યુનિટની આડમાં અમિત ચતુર્વેદી અને સનયાસ બાને નામના વ્યક્તિ મોટાપ્રમાણમાં મેફેડ્રોન (એમ ડી) ડ્રગ્સ તૈયાર કરવાનું કામ કરે છે. જે બાતમીને આધારે દિલ્હી એનસીબીની ટીમ સાથે મળીને  શનિવારે દરોડાની કાર્યવાહી કરી હતી. જેમાં અમિત ચતુર્વેદી (રહે.કોટરા, સુલતાનબાદ રોડ, ભોપાલ) અને સનયાલ પ્રકાશ બાને (રહે. પ્રભુ એટન્લાટીસ,નાસીક) ઉપરાંત, પાંચ કામદારો મળી આવ્યા હતા.

અધિકારીઓ તપાસ કરતા ત્યાંથી એમ ડી ડ્રગ્સ તૈયાર કરવા માટેનું મટીરિયલ અને ૯૦૭ કિલો એમ ડી ડ્રગ્સ મળી આવ્યું હતું. જે લીક્વીડ અને સોલીડ ફોર્મમાં હતુ. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે ૧૮૧૯ કરોડ રૂપિયા હતી.  આ અંગે એટીએસના ડીઆઇજી સુનિલ જોષીએ જણાવ્યું હતું કે સનયાલ બાને વર્ષ ૨૦૧૭માં અંબોલી પોલીસ સ્ટેશનની હદમાંથી  એમ ડી ડ્રગ્સના મોટા જથ્થા સાથે પકડાયો હતો. જે કેસમાં તેને પાંચ વર્ષની સજા થઇ હતી.

ભોપાલ જીઆઇડીસીમાંથીMD ડ્રગ્સનો રૂ.૧૮૧૯ કરોડનો જથ્થો જપ્ત કરાયો 3 - imageજેલમાંથી છુટયા બાદ તેણે અમિત ચતુર્વેદીને મળીને દવાની ફેક્ટરીની આડમાં એમ ડી ડ્રગ્સ તૈયાર કરવાની ફેક્ટરી શરૂ કરવા સાત મહિના પહેલા ૨૫૦૦ વારની જગ્યા ધરાવતો શેડ ભાડે લીધો હતો અને ચાર મહિના પહેલા એમ ડી તૈયાર કરવા માટેનું રૉ મટિરીયલ મોટાપાયે ખરીદીને ડ્રગ્સ તૈયાર કરવાનું શરૂ કર્યું હતું. 

જેની ક્ષમતા સપ્તાહમાં ૫૦ કિલો સુધી ડ્રગ્સ તૈયાર કરવાની હતી.  પ્રાથમિક તપાસમાં તેમણે મહારાષ્ટ્ અને મધ્યપ્રદેશમાં કેટલાંક ડ્રગ્સ માફિયાઓને એમ ડી ડ્રગ્સનો મોટો જથ્થો તબક્કાવાર સપ્લાય કર્યો છે. ત્યારે આ સમગ્ર મામલે એટીએસના અધિકારીઓએ વધુ તપાસ શરૂ કરી છે.

 છ મહિનામાં એમડી ની સાત ફેક્ટરી ઝડપાઇ

ગુજરાત એટીએસના અધિકારીઓએ માત્ર ગુજરાતમાં જ નહી પણ દેશના અન્ય રાજ્યોમાં  કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને એમ ડી ડ્રગ્સની ફેક્ટરીઓ પર દરોડા પાડયા હતા. જેમાં છેલ્લા છ મહિનામાં સાત ફેક્ટરીઓમાં પાંચ હજાર કરોડ ઉપરાંતનો એમ ડી ડ્રગ્સનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ગુજરાત એટીએસની ટીમ દ્વારા ગાંધીનગર, અમરેલી, અમદાવાદ,ભીંડ, જોધપુર,નાસીક અને ભોપાલમાંથી આ ફેક્ટરીઓ ઝડપી હતી. જેમાં ભોપાલમાં મળી આવેલી ફેક્ટરી સૌથી મોટી છે.

 ભોપાલ જીઆઇડીસીમાંથીMD ડ્રગ્સનો રૂ.૧૮૧૯ કરોડનો જથ્થો જપ્ત કરાયો 4 - imageઅમિત ચતુર્વેદી એમ ડી ડ્રગ્સ તૈયાર કરવામાં માસ્ટર


સનયાલ બાને અને અમિત ચતુર્વેદીની પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે સનયાલ એમ ડી નેટવર્કથી માહિતગાર હતો. જેથી તે તૈયાર ડ્રગ્સ સપ્લાય કરવાથી માંડીને કાચો માલ વેચાણ કરતા માફિયા સાથે ડીલ કરવાની જવાબદારી ઉઠાવતો હતો. જ્યારે અમિત ચતુર્વેદી એમ ડી ડ્રગ્સ તૈયાર કરવામાં માસ્ટરી ધરાવતો હતો. જેથી સનયાલે જેલમાંથી છુટીને અમિત સાથે ડ્રગ્સનો કારોબાર ભાગીદારમાં શરૂ કર્યો હતો.

 ફેક્ટરીમાંથી પાંચ હજાર કિલો રૉ મટિરીયલ મળી આવ્યું

એટીએસ અને એનસીબીએ ૯૦૭ કિલો એમ ડી ડ્રગ્સની સાથે ફેક્ટરીમાંથી પાંચ હજાર કિલો જેટલુ રૉ મટિરીયલ પણ જપ્ત કર્યું હતું. જેમાં ૪૦૦ કિલો બ્રોમો મીથાઇલ પ્રોપીયોફિનોન, ૧૮૦૦ કિલો મોનો મીથાઇલ એમાઇન, ૧૦૦૦ કિલો એસીટોન, ૮૦૦ કિલો ટોલ્યુઇન, ૮૦૦ કિલો એચસીએલ  સહિતના જથ્થાનો સમાવેશ થાય છે. જ્યારે  અત્યાધુનિક સાધનો પણ જપ્ત કર્યા હતા. સુત્રોના જણાવ્યા મુજબ ડ્રગ્સ તૈયાર કરવાનું રૉ મટિરીયલ દવાની ફેક્ટરી નામે મંગાવવામાં આવતું હતુ.

 એટીએસના અધિકારીઓ કઇ રીતે આરોપીઓ સુધી પહોંચ્યા?

સુત્રોના જણાવ્યા મુજબ ગુજરાત એટીએસના અધિકારીઓ સમગ્ર દેશમાં એમ ડી તેમજ અન્ય ડ્રગ્સના કારોબાર સાથે સકળાયેલા આરોપીઓની મુવમેન્ટ પર સતતત વોચ રાખતા હતા. જેમાં બાતમી મળી હતી કે સનયાલ બાને જેલમાંથી છુટીને શંકાસ્પદ મુવમેન્ટ કરી રહ્યો છે અને તે છેલ્લાં સાત મહિનાથી મધ્યપ્રદેશમાં છે. જેથી  ટેકનીકલ અને હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી છેલ્લાં દોઢ મહિનાથી એટીએસની ટીમ સતત સર્વલન્સ કરી રહી હતી અને મોટી સફળતા મળી હતી.



Google NewsGoogle News