ગુજરાતમાં કોંગ્રેસના પક્ષપલટુ જીતી ગયા પણ ભાજપને નુકસાન, પાટrલના પ્લાનિંગનો ફિયાસ્કો

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં કોંગ્રેસના પક્ષપલટુ જીતી ગયા પણ ભાજપને નુકસાન, પાટrલના પ્લાનિંગનો ફિયાસ્કો 1 - image


Gujarat Assembly ByPoll Result 2024: રાજકોટમાં ક્ષત્રિય આંદોલનના મંડાણ થયા તે વખતે આવેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને ભાજપ જીતવા માટે આટલો સક્ષમ, આશાવાદી છે તો કોંગ્રેસના નેતાઓની ભરતી કેમ કરાય છે તેવો પ્રશ્ન કરાતા તેમણે જણાવ્યું હતું કે વધારે લીડ મેળવવા માટે મોવડી મંડળની સૂચનાથી કોંગ્રેસી નેતાઓને ભાજપમાં ભેળવાય છે. પરંતુ, મંગળવારે પરિણામ જાહેર થયું ત્યારે કોંગ્રેસના મોટા નેતાઓ ભાજપમાં ભળ્યા તે પોતે તો ધારાસભાની પેટાચૂંટણી ભાજપના સાથથી આસાનીથી જીતી ગયા પણ તેમના આવવાથી ભાજપની લીડમાં નોંધપાત્ર ફાયદો થયો નથી.

મનસુખ માંડવિયા વિક્રમી લીડ મળી નથી

પોરબંદરના અર્જુન મોઢવાડિયા જેવા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે જેમણે ચારદાયકા સુધી ભાજપને ભાંડવામાં બાકી નથી રાખ્યું તે વિક્રમી લીડ 1.16 લાખ મતથી જીત્યા પરંતુ, તેમના ભળવાથી પોરબંદર બેઠક ઉપર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ચૂટણી લડતા હોવા છતાં તેમનો વિક્રમી લીડ મળી નથી અને માંડવિયાની સાપેક્ષે નવાસવા ભાવનગરના ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાને 75 હજાર વધુ મત એટલે કે 4.55 લાખ મત મળ્યા છે. 

જૂનાગઢ બેઠક પર ભાજપની લીડમાં 15 હજારનો ઘટાડો થયો

આ જ રીતે જૂનાગઢ જિલ્લાના માણાવદરના અરવિંદ લાડાણી ભાજપમાં ભળીને જીતી ગયા પણ જૂનાગઢ બેઠક પર ભાજપની લીડમાં 15 હજારનો ઘટાડો થયો છે. ખંભાતના ચિરાગ પટેલ વિજેતા થઈ ગયા પણ તે જે જિલ્લામાં આવેલ તે આણંદની બેઠક પર ભાજપને લોકસભામાં નજીવી લીડથી સંતોષ માનવો પડ્યો છે. એકંદરે કોંગ્રેસી નેતાઓનો પક્ષપલ્ટાથી સાથ મેળવીને 26 બેઠક પર પાંચ લાખની લીડ મેળવીને વિક્રમ સ્થાપવાના પાટીલના પ્લાનીંગનો ફિયાસ્કો થયો છે. અને હવે ભાજપમાં આવેલા આ નેતાઓ મંત્રીપદ, સત્તા વગેરે માંગશે.

ગુજરાતમાં કોંગ્રેસના પક્ષપલટુ જીતી ગયા પણ ભાજપને નુકસાન, પાટrલના પ્લાનિંગનો ફિયાસ્કો 2 - image


Google NewsGoogle News