Get The App

ગુજરાત અને રાજસ્થાનમાં દેશમાં સૌથી વધુ તાપમાન, ભુજ-ડીસામાં 41ને પાર, જાણો તમારા શહેરનું તાપમાન

Updated: Oct 29th, 2024


Google NewsGoogle News
ગુજરાત અને રાજસ્થાનમાં દેશમાં સૌથી વધુ તાપમાન, ભુજ-ડીસામાં 41ને પાર, જાણો તમારા શહેરનું તાપમાન 1 - image


Highest Temperature in the country: ગુજરાતમાં ચોમાસામાં વર્ષ 1994થી 2023 દરમિયાન વર્ષે સરેરાશ 35.50 ઇંચ સામે આ વર્ષે મહત્તમ 50.50 ઇંચ વરસાદ વરસી ગયા બાદ હવે પ્રકાશ પર્વ શ્રૃંખલાનો પ્રાંરભ થયો છે, ત્યારે અસામાન્ય તાપ વરસી રહ્યો છે. સમગ્ર દેશમાં સૌથી વધુ તાપમાન ગુજરાત અને રાજસ્થાનમાં નોંધાઈ રહ્યું છે. સોમવારે તાપમાનનો પારો ભુજ અને ડીસામાં 41 સેલ્સિયસ અને રાજકોટમાં 40 સેલ્સિયસે પહોંચી જતાં બપોરે અસહ્ય ઉકળાટ અનુભવાયો હતો.

આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, કંડલા, અમરેલી, સુરેન્દ્રનગરમાં પણ તાપમાનનો પારો 38 સેલ્સિયસને પાર થયો હતો. જે આ સમયમાં અસામાન્ય તાપ દર્શાવે છે. સવારનું તાપમાન હજુ પણ 20 સેલ્સિયસથી નીચે ઉતરતું નથી. 

આ પણ વાંચો: ગુજરાતના 10 શહેરમાં ઉનાળા જેવી ગરમી, તાપમાનનો પારો 36 ડિગ્રીને પાર, હજુ 5 દિવસની આગાહી

રાજકોટમાં આ સમયે સવારના 15 સેલ્સિયસ તાપમાને ગુલાબી ઠંડી અનુભવાતી હોય તેના બદલે સોમવારે 21 સેલ્સિયસ એટલે કે 5.7 સેલ્સિયસ વધારે તાપમાન રહ્યું હતું અને બપોરનું તાપમાન હાલ 26 સેલ્સિયસ આસપાસને બદલે 39.6 સેલ્સિયસ નોંધાયુ છે.

અમદાવાદમાં આ રીતે નોર્મલ કરતાં સવારનું તાપમાન 4.3 સેલ્સિયસ અને બપોરનું 3.3 સેલ્સિયસ વધારે, સુરતમાં સવારનું તાપમાન 4.7 સેલ્સિયસ વધારે, ભુજમાં બપોરનું તાપમાન 4.8 સેલ્સિયસ વધારે અને પ્રસિદ્ધ યાત્રાધામો દ્વારકામાં 3.9 અને વેરાવળમાં 3 સેલ્સિયસ વધારે તાપમાન નોંધાયું છે.  

આ પણ વાંચો: મોદીએ સાંચેઝ અને તેમના પત્નીને સમજાવ્યું તોરણનું મહત્ત્વ, શરણાઇના સૂર સાંભળીને સાંચેઝના પગ થંભી ગયા

દિવાળી પૂર્વેના સમયમાં મિશ્ર હવામાન સામાન્ય છે, કારણ કે બે ઋતુ ભેગી થતી હોય છે પરંતુ, આ વખતે કથળેલા ક્લાઇમેટની પ્રતીતિ કરાવતી સ્થિતિ  જુદી છે જેમાં સવાર-બપોરના તાપમાન વચ્ચે 17થી 19 સેલ્સિયસ સુધીનો ફરક તો છે તે ઉપરાંત ન્યુનત્તમ અને મહત્તમ એ બન્ને તાપમાન સામાન્ય કરતાં 3થી 6 સેલ્સિયસ વધારે રહે છે. 

આ પણ વાંચો: સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝના પત્નીએ પંજાબી 'કરી' ખાવાની ઇચ્છા વ્યક્ત કરી

હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર પાંચ નવેમ્બર બાદ દિવસનું તાપમાન તબક્કાવાર ઘટવા લાગશે. આ જ સમયગાળા દરમિયાન લધુત્તમ તાપમાન 19 ડિગ્રી સુધી જતાં ઠંડીનો ચમકારો અનુભવાશે. આજે 10 શહેરમાં 36 ડિગ્રીથી વઘુ તાપમાન હતું. જેમાં કંડલા ઍરપૉર્ટ ઉપરાંત ભુજ, ડીસામાં પારો 40 ડિગ્રીથી વઘુ હતો. 


Google NewsGoogle News