Get The App

ગુજરાતમાં ફરી વરસાદી ઝાપટાંની આગાહી, જાન્યુઆરીના અંતમાં ફરી ગગડશે પારો

Updated: Jan 25th, 2025


Google News
Google News
ગુજરાતમાં ફરી વરસાદી ઝાપટાંની આગાહી, જાન્યુઆરીના અંતમાં ફરી ગગડશે પારો 1 - image


Ambalal Patel Weather Prediction: ગુજરાતમાં હાલ લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. અમદાવાદ-ગાંધીનગરમાં વહેલી સવારે પવન સાથે ઠંડીનો ચમકારો યથાવત્ છે, ત્યારે બપોરે લોકોને ઉનાળા જેવો અનુભવ થઈ રહ્યો છે. જોકે, આ દરમિયાન હવામાન આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતોની ચિંતા વધારનારી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે ફેબ્રુઆરીની શરુઆતમાં માવઠું પડવાની આગાહી કરી છે. 

ફેબ્રુઆરીની શરુઆતમાં થશે માવઠું

હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી અનુસાર, રાજ્યમાં ઠંડી વચ્ચે માવઠું પડવાની સંભાવના છે. 30-31 જાન્યુઆરી બાદ માવઠું પડી શકે છે. પાંચ ફેબ્રુઆરી સુધીમાં આ માવઠું આવી શકે છે. માવઠા પહેલાં 27 જાન્યુઆરી સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. જોકે, ફેબ્રુઆરી મહિનામાં ઠંડીનો અનુભવ ઓછો થશે અને ધીમે-ધીમે ઉનાળાનો અનુભવ થશે. 19 ફેબ્રુઆરીથી વાતાવરણમાં ગરમીનો અનુભવ થશે.

આ પણ વાંચોઃ 'કોલ્ડપ્લે' માટે અમદાવાદના સ્ટેડિયમમાં પ્રેક્ષકોની એન્ટ્રી શરૂ, જુઓ દેશ- વિદેશથી ઉમટેલા ચાહકોનો અંદાજ

અંબાલાલ પટેલની આગાહી

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, હવામાનમાં બદલાવના કારણે 27 જાન્યુઆરી સુધીમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી રહેવાની શક્યતા છે. તારીખ 30-31માં પશ્ચિમી વિક્ષેપ આવશે અને ફેબ્રુઆરીની શરુઆતમાં બંગાળ ઉપસાગર પણ સક્રિય રહેશે અને અરબ સાગર પણ સક્રિય રહેશે. આ સિવાય સાયક્લોન સર્ક્યુલેશન વધશે. જેના કારણે મહારાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. આ સિવાય દક્ષિણ ગુજરાતનું હવામાન પણ પલટાશે અને દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અને પશ્ચિમી વિક્ષેપોના કારણે લગભગ તારીખ 30-31 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધીમાં કેટલાંક ભાગમાં માવઠું થવાની શક્યતા રહેશે. 

આ પણ વાંચોઃ જામનગરના આકાશમાં જોવા મળ્યું સૂર્યકિરણનું 'દીલ', શ્વાસ થંભાવી દે તેવા સર્જાયા દ્રશ્યો

આ તારીખથી શરુ થશે ઉનાળો

આ વિશે વધુ માહિતી આપતા અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરીની શરુઆતમાં કમોસમી વરસાદની શક્યતાના કારણે થોડી ઠંડીનો અનુભવ થશે. પરંતુ, આ ઠંડી થોડી હાડ થીજવતી અને પવનવાળી ઠંડી હશે. બાદમાં ઠંડી ઘટશે અને 19 ફેબ્રુઆરીથી ઉનાળાની શરુઆત થશે. 

Tags :