ગુજરાતમાં ભરશિયાળે માવઠાની આગાહી, 10 ડિસેમ્બરથી પડશે કડકડતી ઠંડી
Ambalal Patel Weather Prediction: ગુજરાતમાં ધીમે-ધીમે ઠંડીનું આગમન થઈ રહ્યું છે. એવામાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ડિસેમ્બર મહિનામાં ઠંડીને લઈને આગાહી કરી છે. ડિસેમ્બરના પહેલાં અઠવાડિયા સુધી ગુજરાતમાં શિત લહેરની કોઈ જ સંભાવના નથી. તેમ છતાં ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા તેમજ અરવલ્લીના ભાગોમાં ન્યૂનત્તમ તાપમાન 12 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. આ સાથે ગુજરાતમાં 8 ડિસેમ્બરથી પારો 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. અંબાલાલ પટેલે કરેલી હવામાનની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, પંચમહાલ, કચ્છમાં પારો ગગડે તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ ગુજરાત સરકાર નવી નીતિઓ અને જોગવાઇઓ ઘડવામાં આરંભે શૂરી, અમલમાં સૂરસૂરિયું
ભરશિયાળે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં માવઠું પડવાની પણ આગાહી છે. મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય વરસાદ વરસશે. આ સિવાય 2 અને 3 ડિસેમ્બરે પવનની ગતિમાં વધારો થવાથી ઠંડીમાં વધારો થશે. જેના કારણે 4 છી 8 ડિસેમ્બર સુધી ત્યાં લઘુતમ તાપમાન પણ નોંધાઈ શકે છે. જોકે, 10 ડિસેમ્બરથી રાજ્યભરમાં કડકડતી ઠંડી પડશે અને મોટા ભાગના વિસ્તારમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું જઈ શકે છે.
ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો
અંબાલાલ પટેલે ડિસેમ્બર મહિનાની આગાહી કરતાં જણાવ્યું કે, પશ્ચિમ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહે તેવી સંભાવના છે. ગુજરાતના ભાગોમાં ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે. જેના કારણે 22 ડિસેમ્બરથી હાડ થીજવતી ઠંડી પડવાની શક્યતા છે. ડિસેમ્બરની શરૂઆતમાં લઘુતમ તાપમાન ફરી વધશે. જેના કારણે મધ્ય ગુજરાતમાં 17 ડિગ્રી તાપમાન રહેશે. આ સિવાય કચ્છના ભાગોમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી ઉપર અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહેવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં પણ 15 ડિગ્રી જેટલું તાપમાન રહેતા ઠંડીના ચમકારાનો અનુભવ થશે.