Get The App

અમદાવાદીઓ આનંદો! સિઝનનો 100% વરસાદ વરસ્યો, છેલ્લા 6 દિવસમાં 40% ખાબકી ગયો

Updated: Aug 30th, 2024


Google NewsGoogle News
અમદાવાદીઓ આનંદો! સિઝનનો 100% વરસાદ વરસ્યો, છેલ્લા 6 દિવસમાં 40% ખાબકી ગયો 1 - image


Gujarat Ahmedabad Rain and Weather Updates | અમદાવાદ શહેરમાં ગઈકાલે પણ સરેરાશ અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે અમદાવાદ શહેરમાં સિઝનનો 100 ટકા વરસાદ પૂરો થઇ ગયો છે. આ પૈકી છેલ્લા 6 દિવસમાં જ 40 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદ શહેરમાં 24 ઓગસ્ટ સુધી 19.29 ઈંચ સાથે સરેરાશ 60 ટકા વરસાદ વરસ્યો હતો. જેની સરખામણીએ હવે 32.12 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. 

અમદાવાદ શહેરમાં ગઈકાલે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. બપોર બાદ અનેક વિસ્તારમાં વરસાદ તૂટી પડ્યો હતો. જોધપુર વિસ્તારમાં સૌથી વઘુ 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. અન્યત્ર જ્યાં અડધો ઈંચ વરસાદ પડ્યો તેમાં રામોલ, ચકુડિયા, ઉસ્માનપુરા, ચાંદખેડા, વાસણા બેરેજ, બોડકદેવ, સાયન્સ સિટી, ગોતા, સરખેજ, જોધપુર ઝોનલ, બોપલ, દુધેશ્વર, નરોડા, મણિનગર જેવા વિસ્તારનો સમાવેશ થાય છે. 

ઝોન પ્રમાણે જોવામાં આવે તો વેસ્ટ ઝોન, નોર્થ વેસ્ટ ઝોન, સાઉથ વેસ્ટ ઝોન, સેન્ટ્રલ ઝોનમાં અડધા ઈંચ જેટલો સરેરાશ વરસાદ પડ્યો હતો. અમદાવાદ શહેરમાંથી ચોમાસાની વર્તમાન સિઝનમાં નરોડામાં સૌથી વઘુ 53 ઈંચ, મણિનગરમાં 44 ઈંચ, ઓઢવમાં 39.56 ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. 

બીજી તરફ અમદાવાદ જિલ્લામાં હજુ સુધી સરેરાશ 23.50 ઈંચ વરસાદ પડ્યો છે. જેમાં ધોળકામાં સૌથી વઘુ 33 ઈંચ, અમદાવાદ શહેરમાં 32.71 ઈંચ, ધંઘુકામાં 26.65 ઈંચ, બાવળામાં 26.25 ઈંચ, દસ્ક્રોઇમાં 23.30 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.  ગત વર્ષે અમદાવાદ શહેરને સિઝનના 100 ટકા વરસાદ માટે નવેમ્બર મહિનાના અંત સુધી રાહ જોવી પડી હતી. જેની સરખામણીએ આ વખતે ખૂબ જ ઝડપથી સિઝનનો 100 ટકા વરસાદ પૂરો થયો છે.

અમદાવાદીઓ આનંદો! સિઝનનો 100% વરસાદ વરસ્યો, છેલ્લા 6 દિવસમાં 40% ખાબકી ગયો 2 - image



Google NewsGoogle News