Get The App

રાજ્યમાં જુનિયર તબીબોની હડતાળનો અંત, મુખ્યમંત્રી સાથે બેઠક બાદ કરાઈ જાહેરાત

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
રાજ્યમાં જુનિયર તબીબોની હડતાળનો અંત, મુખ્યમંત્રી સાથે બેઠક બાદ કરાઈ જાહેરાત 1 - image


Gujarat Doctor Protest : રાજ્યમાં બે દિવસથી ચાલી રહેલી તબીબોની હડતાળ મુદ્દે આજે મોડી સાંજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને રાજ્યના ઇન્ટર્ન અને જુનિયર તબીબોની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ તબીબોની હડતાળનો અંત આવ્યો છે. તબીબોએ મુખ્યમંત્રીના સકારાત્મક અભિગમ, રાજ્યના જરૂરીયાતમંદ નાગરિકોની સારવાર તેમજ જન આરોગ્ય સંભાળના હિતને ધ્યાને લઈ આંદોલનનો અંત લાવી હડતાળ પરત ખેંચી લેવાની તેમજ પોતાની સેવાઓ પૂર્વવત કરવાની ખાતરી આપી છે.

આ પણ વાંચો : ગુજરાત માથે છ દિવસ 'ભારે', આવતીકાલથી ફરી જોર પકડશે વરસાદ, આ જિલ્લામાં સૌથી વધુ ખતરો

હોસ્પિટલમાં અનેક દર્દીઓએ ભોગવવી પડી હાલાકી

ઉલ્લેખનીય છે કે, રાજ્ય આરોગ્ય વિભાગે રેસિડેન્ટ ડોક્ટરોના સ્ટાઇપેન્ડમાં 20 ટકાનો વધારો કર્યો હતો, જ્યારે રેસિડેન્ટ ડોક્ટરોએ 40 ટકા વધારાની માંગ કરવાની સાથે હડતાળ પર ઉતર્યા હતા. હડતાળને લીધે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની હાલાકી ભોવવી પડી હતી. આ દરમિયાન આરોગ્ય વિભાગે હડતાળિયા રેસિડેન્ટ ડોક્ટરોને અલ્ટીમેટમ આપી કહ્યું હતું કે, તેઓ 3 સપ્ટેમ્બર સવારે નવ વાગ્યા સુધીમાં ફરજ પર હાજર થાય, નહીંતર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જોકે ત્યારબાદ રેસિડેન્ટ ડોક્ટરો સ્ટાઈપેન્ડમાં 30 ટકાનો જ વધારની આજે માંગ કરી હતી.

આ પણ વાંચો : ભરૂચના વાલિયામાં આભ ફાટતાં જળબંબાકાર, 12 ઇંચ વરસાદ, ઘરોમાં પાણી ઘૂસ્યા, શાળાઓમાં રજા જાહેર

ડૉક્ટરોની હડતાળથી દર્દીઓ રઝળ્યા

ચોમસાની સિઝનમાં અનેક રોગો માથું ઊંચકતા હોય છે, જેના કારણે હોસ્પિટલોમાં પણ દર્દીઓનો ધસારો વધતો હોય છે, ત્યારે આવા સમયે રેસિડેન્ટ ડૉક્ટર્સ હડતાળ પર ઉતરી જતા અનેક દર્દીઓએ સમસ્યાનો સામનો કર્યો હતો. ત્રણ દિવસ પહેલાં સરકાર દ્વારા રેસિડેન્ટ ડૉક્ટર્સના સ્ટાઈપેન્ડમાં 20 ટકાનો વધારો કરવાની જાહેરાત કરાઈ હતી. જોકે તેનાથી રેસિડેન્ટ ડૉક્ટરોમાં નારાજગી જોવા મળી હતી અને તેઓએ પોતાના સ્ટાઈપેન્ડમાં વધારાની માંગ સાથે હડતાળ કરવાનો નિર્ણય લીધો હતો.


Google NewsGoogle News