અમદાવાદમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનમાં વિકરાળ આગ, ફાયર વિભાગની 14 ગાડીઓએ કાબૂ મેળવ્યો
Fire at Ahmedabad Bullet Train Station: ગુજરાતના અમદાવાદમાંથી નિર્માણાધીન બુલેટ ટ્રેનના સ્ટેશનમાં આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. શનિવારે (8 ફેબ્રુઆરી) વહેલી સવારે આ અકસ્માત સર્જાયો હતો. જોકે, અત્યાર આ અકસ્માતમાં કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી. ફાયર વિભાગ બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો.
શું હતી સમગ્ર ઘટના?
ગુજરાતના અમદાવાદમાં વહેલી સવારે 6:30 વાગ્યે સાબરમતી વિસ્તારમાં નિર્માણાઘીન બુલેટ ટ્રેન સ્ટેશનમાં આગ લાગી હતી. આગની સૂચના મળતાં જ 14 ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર, આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગને લગભગ 2 કલાક જેટલો સમય લાગ્યો હતો.
કેવી રીતે લાગી આગ?
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRLC) તરફથી આ ઘટનાને લઈને નિવેદન આપવામાં આવ્યું છે. આ નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, નિર્માણાધીન સ્ટેશનના એક ભાગમાં છતના શટરિંગમાં આગ લાગી હતી. પહેલી નજરે જોતા આગ લાગવાનું કારણે વેલ્ડિંગ સ્પાર્ક હોય શકે છે. તપાસ બાદ આગ લાગવાનું સ્પષ્ટ કારણ અંગે જાણ થશે આવશે. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિની ઘટના નોંધાઈ નથી.
NHSRLC ના અધિકારીઓ ઘટનાસ્થળે સ્થિતિની દેખરેખ કરી રહ્યાં છે. જણાવી દઈએ કે, આ સ્ટેશન 508 કિમી લાંબી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન યોજનાનો ભાગ છે. આ યોજના ગુજરાત (352 કિમી) અને મહારાષ્ટ્ર (156 કિમી)ને કવર કરે છે. જેમાં મુંબઈ, ઠાણે, વિરાર, બોઇસહર, વાપી, બિલિમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ અને સાબરમતીમાં કુલ 12 સ્ટેશનની યોજના છે.