Get The App

ગુજરાતમાં ડ્રગ્સ ટ્રાફિકિંગનું વધતું દૂષણ, 3 વર્ષમાં 1743 કેસ નોંધાયા પણ દોષિત ફક્ત 16

Updated: Mar 17th, 2025


Google News
Google News
ગુજરાતમાં ડ્રગ્સ ટ્રાફિકિંગનું વધતું દૂષણ, 3 વર્ષમાં 1743 કેસ નોંધાયા પણ દોષિત ફક્ત 16 1 - image


Gujarat News: ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી ડ્રગ્સ પકડવાનું પ્રમાણ વધ્યું છે. પરંતુ, દોષિતો સામે પગલાં લેવામાં હજુ ઢીલું વલણ હોય તેવું જણાય છે. ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં ડ્રગ ટ્રાફિકિંગના 1743 કેસ નોંધાયા છે. પરંતુ, તેની સામે માત્ર 16 દોષિત પુરવાર થયાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોઃ વસ્ત્રાલમાં આતંક મચાવનારા વધુ 3 અસામાજિક તત્ત્વો ઝડપાયા, ચારના મકાન પર બુલડોઝર ફરશે

ગુજરાતમાં ડ્રગ ટ્રાફિકિંગમાં સતત વધારો

આ અંગે મળતી માહિતી મુજબ, ગુજરાતમાં ડ્રગ ટ્રાફિકિંગના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. 2022 માં 516, 2023માં 604 જ્યારે 2024માં 623 કેસ નોંધાયા હતા. જેની સામે દોષિતોનું પ્રમાણ ઓછું છે. 2022 માં 2, 2023માં 11 અને 2024માં 5 દોષિત પુરવાર થયાનું સામે આવ્યું છે. સમગ્ર દેશની વાત કરવામાં આવે તો 2022થી 2024માં ડ્રગ ટ્રાફિકિંગના નોંધાયેલા કુલ 3.02 લાખ કેસ સામે 268 દોષિત પુરવાર થયા છે. 

આ પણ વાંચોઃ 'બેટી બચાવો, બેટી પઢાવો' યોજનામાં અડધોઅડધ પૈસા નહીં વપરાય, સરકારની સહાનુભૂતિ માત્ર નામ પૂરતી

સરકારના દાવા અનુસાર, ડ્રગ ટ્રાફિકિંગ પર અંકૂશ મેળવવા નાર્કો-કોઓર્ડિનેશન સેન્ટરની વ્યવસ્થા અમલમાં મૂકાઇ છે. જેના દ્વારા સેન્ટ્રલ-સ્ટેટ ડ્રગ લૉ એન્ફોર્સમેન્ટ એજન્સી દ્વારા વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. મહત્ત્વની જપ્તી માટે નાર્કોટિક્‌સ કન્ટ્રોલ બ્યુરોના ડિરેક્ટરના વડપણ હેઠળ જોઇન્ટ કોઓર્ડિનેશન કમિટી બનાવાઈ છે. 

Tags :
Gujarat-NewsCrime-NewsGujarat-Crime

Google News
Google News