Get The App

ગુજરાતની 1711 આંગણવાડીમાં શૌચાલય, 719માં પીવાનું પાણી નથી, શિક્ષણના પ્રથમ પગથિયામાં જ સુવિધાનો અભાવ

Updated: Apr 6th, 2025


Google News
Google News
ગુજરાતની 1711 આંગણવાડીમાં શૌચાલય, 719માં પીવાનું પાણી નથી, શિક્ષણના પ્રથમ પગથિયામાં જ સુવિધાનો અભાવ 1 - image


Gujarat Anganwadi: પ્રાથમિક શિક્ષણ અગાઉ બાળકોનું ઘડતર થાય તેના માટે આંગણવાડી હોય છે. પરંતુ, શિક્ષાની પ્રથમ સીડીમાં જ પ્રાથમિક સુવિધાનો અભાવ છે. ગુજરાતમાં કુલ 53050 આંગણવાડી કેન્દ્રમાંથી 719માં પીવાના પાણીની વ્યવસ્થા નથી. તેમજ 1711 આંગણવાડીમાં શૌચાલયની સુવિધા નથી. 

ગુજરાતમાં આંગણવાડીમાં પાયાની સુવિધાનો અભાવ

મળતી માહિતી મુજબ, ગુજરાતમાં આવેલા આંગણવાડી કેન્દ્રમાંથી 4844માં પાણી માટે પાઇપનું જોડાણ, 4021માં કાર્યરત હોય તેવા રસોડા, 438માં કાયમી વીજ જોડાણ જ નથી. કોઈપણ સંસ્થા માટે પીવાનું પાણી, વીજ જોડાણ અને શૌચાલય પાયાની બાબત હોય છે. પરંતુ, ગુજરાતમાં આવેલી આંગણવાડીમાં તે પાયાની સુવિધાનો જ અભાવ છે. આ પ્રકારની સુવિધાના અભાવને કારણે જ ઘણાં માતા-પિતા સામાન્ય આર્થિક સ્થિતિ છતાં પોતાના બાળકોને આંગણવાડીમાં મૂકવાનું ટાળે છે અને તેની બદલે ગાંઠના પૈસા ખર્ચીને ખાનગરી નર્સરી-બાળમંદિરમાં મૂકવાનું વધુ પસંદ કરે છે. 

આ પણ વાંચોઃ ઘોડા છૂટ્યાં પછી તબેલાને તાળાં... ડીસામાં જીવતા બોમ્બ સમાન ફટાકડાનું વધુ એક ગેરકાયદે કારખાનું ઝડપાયું

ઉત્તર પ્રદેશ, બિહાર કરતાં પણ કથળતી સ્થિતિ

આ ઉપરાંત એકબાજુ રાજ્ય સરકાર દ્વારા એક તરફ સૌર ઊર્જાને મહત્ત્વ આપવામાં આવે છે. પરંતુ ગુજરાતની આંગણવાડીમાં જ સૌર ઊર્જા પ્રત્યે ઉપેક્ષા થઈ રહી છે. ગુજરાતના 2254 આંગણવાડી કેન્દ્ર જ સૌર ઊર્જાથી  સજ્જ છે. સૌર ઊર્જાથી સૌથી વઘુ સજ્જ હોય તેમાં બિહાર, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર, મઘ્ય પ્રદેશ, ઓડિશા, ઉત્તર પ્રદેશની સ્થિતિ પણ ગુજરાત કરતાં ઘણી જ સારી છે. મહારાષ્ટ્રના 1.10 લાખ આંગણવાડી કેન્દ્રમાંથી 26840માં સૌર ઊર્જાની જોગવાઈ છે.

આ પણ વાંચોઃ પ્રજાના બદલે પોતાને અને પક્ષના બદલે જૂથને અગ્રિમતા આપતા કોંગ્રેસને નવજીવન મળશે ખરૂ?

સૌથી વધુ આંગણવાડી કેન્દ્ર હોય તેમાં ઉત્તર પ્રદેશ 1.88 લાખ સાથે મોખરે છે. પશ્ચિમ બંગાળ 1.19 લાખ સાથે બીજા નંબરે અને મહારાષ્ટ્ર  1.10 લાખ સાથે ત્રીજા સ્થાને છે. 

ગુજરાતના આંગણવાડી કેન્દ્રોની સ્થિતિ

કુલ આંગણવાડી કેન્દ્ર53,050
પાઇપ સાથે પાણીની સુવિધા48,166
પીવાના પાણીની સુવિધા52,331
કાર્યરત શૌચાલય51,339
કાર્યરત રસોડા49,029
કાયમી વીજ જોડાણ52,612
સૌર ઉર્જાનું જોડાણ2254
Tags :