NAAC દ્વારા GTUને A+ ગ્રેડ મળ્યો, સ્ટાર્ટઅપ, ઇનોવેશન,એક્ઝામ સિસ્ટમ જેવી બાબતો ધ્યાને લેવાઈ
A+ ગ્રેડ મળવાથી આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને પણ વિશેષ પ્રમાણમાં લાભ મળવાપાત્ર થશે
અમદાવાદ, 14 ફેબ્રુઆરી 2023 મંગળવાર
NAACની ટીમ GTUમાં નિરીક્ષણ માટે આવી હતી. NAAC દ્વારા પ્રથમ વાર યુનિવર્સિટીમાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને GTUને એસેસમેન્ટમાં A+ ગ્રેડ આપવામાં આવ્યો હતો. A+ ગ્રેડ મેળવવામાં NAACની ટીમે યુનિવર્સિટીની સ્ટાર્ટ અપ-ઇનીવેશન, એક્ઝામ સિસ્ટમ, સ્ટુડન્ટ પોર્ટલ વગેરે બાબતો ધ્યાનમાં લેવાઇ હતી.તમામ પ્રકારના ક્રાઈટેરિયાની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ આજ રોજ નેક તરફથી જીટીયુને A+ ગ્રેડ ફાળવવામાં આવ્યો છે.
ટીમ દ્વારા વિવિધ રીતે થયું હતું નિરીક્ષણ
જીટીયુના કાર્યકારી કુલપતિ પંકજરાય પટેલે મીડિયાને જણાવ્યું હતું કે, શ્રેષ્ઠ શિક્ષણ વ્યવસ્થા, રીસર્ચ અને ઇનોવેશન સહિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટુડન્ટ સપોર્ટ અને તમામ પ્રકારની ઉત્તમ કાર્યપ્રણાલીના ફળ સ્વરૂપે જીટીયુએ A+ ગ્રેડ મેળવ્યો છે. વર્તમાન અને અગાઉના તમામ અધિકારીઓ અને કર્મચારીઓના મહેનતનું આ પરિણામ છે. પૂર્વ કુલપતિ નવીન શેઠે સેવેલું નેક એક્રિડિટેશનનું સ્વપ્ન A+ ગ્રેડ સાથે સાકાર થયું છે. શ્રેષ્ઠ ટીચિંગ અને લર્નિંગ સિસ્ટમ, ઇમર્જિંગ ક્ષેત્રના એડવાન્સ અભ્યાસક્રમ, ઉત્તર પરીક્ષા પદ્ધતિ સ્ટુડન્ટ સપોર્ટ સિસ્ટમ, એન્જિનિયરિંગ, ફાર્મસી, બાયોટેકોલોજી, મેનેજમેન્ટ સહિત તમામ પરિણામ સ્વરૂપે પ્રથમ વખતે જ નેક એક્રિડિટેશનની દરખાસ્તમાં જ જીટીયુએ A+ ગ્રેડ મેળવ્યો છે.
NAACની ટીમ દ્વારા યુનિવર્સિટીમાં કેટલીક નોંધ લેવાઈ
આ ઉપરાંત જીટીયુ ખાતે ચલાવવામાં આવતી દરેક પીજી સ્કૂલમાં દેશના વિવિધ રાજ્યો સહિત વિદેશના વિદ્યાર્થીઓનું એનરોલમેન્ટ અને ઇન્ટરનેશનલાઇઝેશન માટેની વિવિધ પ્રવૃતિઓ, ઇનોવેટીવ એક્ટિવિટીઝ, રીસર્ચ, ઇનોવેશન અને સ્ટાર્ટઅપને વગે આપવા માટે જીટીયુ દ્વારા સ્થાપવામાં આવેલી જીટીયુ ઇનોવેશન કાઉન્સિલ, વિદ્યાર્થીઓ, રિસર્ચ અને સ્ટાર્ટઅપકર્તા માટે લાગુ કરવામાં આવેલી તમામ પ્રકારની રિસર્ચ પોલિસી, ICT બેઝ્ડ અદ્યતન ડિજિટલ ક્લાસરૂમ સહિત ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ નેક ટીમ દ્વારા નોંધ લેવામાં આવી હતી.