ગુજરાતમાં સરકારી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારને ઝટકો, ગૌણ સેવા પસંદગી મંડળે ફી વધારી

હવે ઉમેદવારોએ પોસ્ટ ઓફિસની બદલે ઓનલાઈન જ ફી ભરવાની રહેશે

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં સરકારી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારને ઝટકો, ગૌણ સેવા પસંદગી મંડળે ફી વધારી 1 - image


GSSSB Exam Fee Increase : ગુજરાતમાં સરકારી ભરતીની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સામાચાર સામે આવી રહ્યા છે જેમાં ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા પરીક્ષા ફીમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે હવે ઉમેદવારોએ વધારે પરીક્ષા ફી ચૂંકવવા તૈયાર રહેવું પડશે. આ ઉપરાંત હવે પછીની ગૌણ સેવા દ્વારા બહાર પાડવમાં આવતી પરીક્ષાના ફોર્મની ફી ઓનલાઈન જ ભરવાની રહેશે. આ પહેલા ઉમેદવારો 111 રૂપિયા પોસ્ટ ઓફિસમાં ચલણ દ્વારા ફી ભરી શક્તા હતા. 

નવા વર્ષે જ મંડળે નવી ભરતીની જાહેરાત કરી હતી

ગોણ સેવા પસંદગી મંડળે ફીમાં વધારો કરતા હવે સામાન્ય વર્ગના ઉમેદવારને 500 જ્યારે અનામત વર્ગમાં આવતા ઉમેવદવારોને ફી ભરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે હજુ બે દિવસ પહેલા જ નવા વર્ષના પહેલા જ દિવસે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 188 ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી જેમાં સંશોધન મદદનીશ વર્ગ-3ની 99 જગ્યા અને આંકડા મદદનીશ વર્ગ-3ની 89 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ માટે ઉમેદવારોએ 2 જાન્યુઆરીથી લઈને 16 જાન્યુઆરી સુધી સત્તાવાર વેબસાઈટ પર ફોર્મ ભરી શકશે.

પગાર ધોરણ અને વયમર્યાદા

ગૌણ સેવા દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સંશોધન મદદનીશ વર્ગ-3 ને પાંચ વર્ષ સુધી 49,600 રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે. જ્યારે આંકડા મદદનીશ વર્ગ-3ને 40,800 રૂપિયા ફિક્સ પગાર આપવામાં આવશે. આ ઉપરાંત અરજી કરનાર ઉમેદવારની 16 જાન્યુઆરી 2024ના રોજ ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

ઉમેદવારોની લાયકાત 

આ ભરતી માટે ઉમેદવાર ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઈપણ યુનિવર્સિટી કે સંસદના એક્ટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા UGC એક્ટ 1856ના સેક્શન-3 હેઠળ યુનિવર્સિટી તરીકે સ્થાપિત થયેલ શૈક્ષણિક સંસ્થાની મુખ્ય વિષય તરીકે આંકડા શાસ્ત્ર અથવા એપ્લાઈડ આંકડાશાસ્ત્ર અથવા ગાણિતીક આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર અથવા એપ્લાઈડ અર્થશાસ્ત્ર અથવા વાણિજ્ય આર્થશાસ્ત્ર અથવા ઈકોનોમેટ્રીક્સ અથવા ગણિતશાસ્ત્ર અથવા વાણિજ્ય અર્થશાસ્ત્ર અથવા એપ્લાઈડ ગણિતશાસ્ત્ર અથવા એડવાન્સ આંકડાશાસ્ત્રમાં સ્નાતક અથવા અનુસ્નાતકની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ. કોમ્પ્યુટરના જ્ઞાન અંગે કોમ્પ્યુટર કૌશલ્યની ગુજરાત મુલ્કી સેવા કોમ્પ્યુટર કાર્યક્ષમતા (તાલીમ અને પરીક્ષા) નિયમો-2006 મુજબ નિયત થયેલી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા ગુજરાત/હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈશે. વખતોવખત સુધાર્યા પ્રમાણે ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો - 1967ની જોગવાઈ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિઓની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરી શકાશે.

પરીક્ષામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા

ગુજરાત સરકારે વર્ગ 3ની ભરતીને લઈને કેટલાક ફેરફાર કર્યા હતા જેમાં જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવાશે. અગાઉ આ પરીક્ષા અલગ અલગ યોજાતી હતી. જ્યારે હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. 

ગુજરાતમાં સરકારી પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારને ઝટકો, ગૌણ સેવા પસંદગી મંડળે ફી વધારી 2 - image


Google NewsGoogle News