Get The App

GSRTCની બસો GPS સિસ્ટમથી સજ્જ, મુસાફરોને થશે ફાયદો, રિયલ ટાઈમ મોનિટરિંગ પણ થશે

GPS સિસ્ટમનું ઈન્સ્ટોલેશન ત્રણ તબક્કામાં કરવામાં આવ્યું છે

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
GSRTCની બસો GPS સિસ્ટમથી સજ્જ, મુસાફરોને થશે ફાયદો, રિયલ ટાઈમ મોનિટરિંગ પણ થશે 1 - image


GSRTC: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા બદલાતા સમયની સાથે ટેક્નોલોજીની મદદથી મુસાફરોને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાયો છે. જીએસઆરટીસીની 8,000થી વધુ બસોમાં ઈન્ટિગ્રેટેડ વ્હીકલ ટ્રેકિંગ (IVT) અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે.

બસોનું રિયલ ટાઈમ મોનિટરિંગ થશે

ઈન્ટિગ્રેટેડ વ્હીકલ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમના કારણે જીએસઆરટીસીને તથા મુસાફરોને ખૂબ જ ફાયદાઓ મળી રહ્યા છે.  જીએસઆરટીસીની બસોનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરી શકે છે, જેના કારણે તેઓ બસોની વ્યવસ્થા અને સંચાલન ખૂબ જ સુઆયોજિત રીતે કરી શકે છે. આઈ.વી.ટી. એપ્લિકેશન દ્વારા મુસાફરો અને બસોની સલામતીની ખરાઈ અને વ્યવસ્થા કરી શકાય છે.

ઈન્ટિગ્રેટેડ વ્હીકલ ટ્રેકિંગ અને પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમનું ઈન્સ્ટોલેશન ત્રણ તબક્કામાં કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં 2400 બસોમાં, બીજા તબક્કામાં 2600 બસોમાં અને ત્રીજા તબક્કામાં બાકી રહેલ અંદાજીત 3300 બસોમાં જીપીએસ ડીવાઈસ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા હતા. આ સાથે પ્રથમ તબક્કામાં 591 પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ અલગ અલગ 100 બસ સ્ટેશનો પર ઇન્સ્ટોલ કરવામાં આવી હતી. 16 ડિવિઝનલ કમાન્ડ કંટ્રોલ સેન્ટર તથા સેન્ટ્રલ ઓફિસમાં 1 સેન્ટ્રલ કમાન્ડ કંટ્રોલ સ્ટેશનની પણ સ્થાપના કરવામાં આવી હતી.

આ પ્રોજેક્ટ માટે અત્યાધુનિક અને ખૂબ જ એડવાન્સ એવી ઇન્ટિગ્રેટેડ વ્હીકલ ટ્રેકિંગ એપ્લીકેશનનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું. જેમાં જ્યોગ્રાફિકલ ઇન્ફર્મેસન સિસ્ટમ (GIS) જેવી અત્યાધુનિક ટેક્નોલોજીને ઇન્ટીગ્રેટેડ કરવામાં આવી છે. આ આઈ.વી.ટી એપ્લીકેશન જી.પી.એસ.ના લાઇવ અને રિયલ ટાઈમ ડેટાને ફક્ત અમુક મિલિસેકન્ડમાં પોતાના સર્વર પર મેળવીને આ ડેટાને પ્રોસેસ કરી પી.આઈ.એસ, આઈ.વી.ટી. એપ્લિકેશન અને મોબાઈલ એપ્લિકેશનમાં વિવિધ રિપોર્ટમાં મોકલી આપે છે.


Google NewsGoogle News