Get The App

જો આ જ પરિસ્થિતિ રહી તો ગુજરાતમાં પણ ભૂગર્ભજળ ખૂટી જશે! વર્ષે સરેરાશ 13 BCM ખેંચાય છે

Updated: Feb 13th, 2025


Google NewsGoogle News
Groundwater in Gujarat


Groundwater in Gujarat: નર્મદાના જળ છેવાડાના માનવી સુધી પહોંચ્યાં છે તેવા દાવા કરવામાં આવી રહ્યાં છે. ત્યારે આજે પણ ગુજરાતમાં ભૂગર્ભજળનો બેરોકટોક ઉપયોગ થઇ રહ્યો છે. એટલુ જ નહીં, એક રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં 27.35 બિલીયન ક્યૂબિક મીટર ભૂગર્ભજળ રિચાર્જ થાય છે, તેની સામે દર વર્ષે સરેરાશ 13 બિલીયન ક્યૂબિક મીટર (બીસીએમ) ભૂગર્ભજળ ખેચવામાં આવી રહ્યુ છે. આખાય રાજ્યમાં બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં ભૂગર્ભજળ વધુ પ્રમાણમાં ખેચાઈ રહ્યુ છે.

જલમિશન અટલ ભૂ યોજનાના નામે કરોડોનો ઘૂમાડો

ગુજરાતમાં 12 ટકા ભૂગર્ભજળનો સિંચાઇમાં ઉપયોગ થઇ રહ્યો છે, જ્યારે 0.18 ટકા ઉદ્યોગમાં વપરાશ થઇ રહ્યો છે. ઘર વપરાશમાં 0.82 ટકા ભૂગર્ભજળ વપરાઈ રહ્યુ છે. જાભૂગર્ભજળનો બેફામ ઉપયોગ થઇ રહ્યો છે. આજે ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ એવા જિલ્લા છે, જ્યાં મહત્તમ પ્રમાણમાં ભૂગર્ભજળ ખેચાઈ રહ્યુ છે. ડાંગ, આણંદ,પંચમહાલ અને નવસારી જિલ્લામાં ભૂગર્ભજળનો ઉપયોગ સૌથી ઓ રહ્યો છે. 

જો આ જ પરિસ્થિતિ રહી તો ગુજરાતમાં પણ ભૂગર્ભજળ ખૂટી જશે! વર્ષે સરેરાશ 13 BCM ખેંચાય છે 2 - image

ભૂગર્ભજળ પીવાલાયક પણ રહ્યું નથી. 

ઉત્તર ગુજરાતમાં તો 100-150 ફુટથી વધુ ઉંડે પણ પાણી રહ્યું નથી તેવી સ્થિતિ પરિણમી છે. હાલ ભૂગર્ભજળની ગુણવત્તા જોતાં એવી સ્થિતિ સર્જાઈ છે કે, પીવાલાયક પણ રહ્યું નથી. તેનું કારણ એછે કે, ભૂગર્ભજળમાં ફ્‌લોરાઇડ, સીસુ, નાઇટ્રેટ, આયર્ન, આર્સેનિક અને યુરેનિયમ જેવા જોખમી તત્ત્વોની માત્રા વધી છે. આ તત્ત્વો માનવ સ્વાસ્થ્ય માટે જોખમી પુરવાર થઈ શકે છે કેમકે, જોખમી તત્ત્વો સાથેના ભૂગર્ભજળ પીવાથી દાંત, પેટના રોગ થઈ શકે છે. લિવર અને કીડનીના રોગનો શિકાર પણ બનાવે છે. ફ્‌લોરાઇડને લીધે હાથ-પગના સાંધાના દુ:ખાવો થાય છે. 

જો આ જ પરિસ્થિતિ રહી તો ગુજરાતમાં પણ ભૂગર્ભજળ ખૂટી જશે! વર્ષે સરેરાશ 13 BCM ખેંચાય છે 3 - image

રાજ્યમાં આજે 26 જિલ્લા એવાં છે જ્યાં ભૂગર્ભજળમાં ખારાશનું પ્રમાણ વધ્યું છે. આ ઉપરાંત 27 જિલ્લામાં ફ્‌લારાઇડની માત્રા વધી છે. 32 જિલ્લામાં ભૂગર્ભજળ એવુ છે જેમાં નાઇટ્રેટનું પ્રમાણ વધુ છે. 12 જિલ્લામાં આર્સેનિકની હાજરી ભૂગર્ભજળમાં જોવા મળી છે. 14 જિલ્લામાં ભૂગર્ભજળમાં આયર્ન, એક જિલ્લામાં સીસુ અને પાંચ જિલ્લામાં યુરેનિયમે દેખા દીધી છે. જલ જીવન મિશન અને અટલ ભૂ યોજનાના નામે કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. આ ઉપરાંત નલ સે જલ યોજના થકી આખા રાજ્યમાં 100 ટકા પરિવારોને નળ કનેક્શન આપી દેવાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે, છતાં છેવાડાના માનવી સુધી હજુ સુધી પીવાનું પાણી પહોંચી શક્યુ નથી.

જો આ જ પરિસ્થિતિ રહી તો ગુજરાતમાં પણ ભૂગર્ભજળ ખૂટી જશે! વર્ષે સરેરાશ 13 BCM ખેંચાય છે 4 - image


Google NewsGoogle News