Get The App

તલાટીની પરીક્ષા માટે હવે ગ્રેજ્યુએશન ફરજિયાત, ગુજરાતમાં પંચાયત વિભાગે નવા નિયમ જાહેર કર્યા

અત્યાર સુધી તલાટીની પરીક્ષા ધોરણ 12 પાસ પર લેવામાં આવતી હતી

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News
તલાટીની પરીક્ષા માટે હવે ગ્રેજ્યુએશન ફરજિયાત, ગુજરાતમાં પંચાયત વિભાગે નવા નિયમ જાહેર કર્યા 1 - image


Graduation now mandatory for Talati exam : તલાટીની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર મળી રહ્યા છે જેમાં પંચાયત વિભાગ દ્વારા એક મોટો નિર્ણય લેતા હવે તલાટીની પરીક્ષા માટે ગ્રેજ્યુએશન ફરજિયાત કરવામાં આવ્યું છે. અત્યાર સુધી તલાટીની પરીક્ષા ધોરણ 12 પાસ પર લેવામાં આવતી હતી. 

તલાટી-કમ-મંત્રી દરેક ગામમાં હોય છે

તલાટી-કમ-મંત્રી એ ગુજરાત સરકારમાં એક સરકારી હોદ્દો છે જે દરેક ગામમાં હોય છે. આ કેડર પંચાયત વિભાગમાં આવે છે. જેથી તે રાજ્ય સરકારના નહીં, પરંતુ પંચાયતના કર્મચારીઓ કહેવાય છે. તેઓએ પંચાયતને લગતા તથા રેવન્યુને લગતા તમામ ગ્રામ્ય કક્ષાના કાર્યો કરવાના થાય છે. એપ્રિલ ૨૦૧૦માં ગુજરાત સરકાર દ્વારા તલાટી-કમ-મંત્રીને અલગ અલગ કેડર બનાવવામાં આવી, જેમાં પંચાયત હસ્તકનું કામ પંચાયત મંત્રી કરે તથા રેવન્યુ હસ્તકનું કામ મહેસૂલ તલાટી કરે તેવો નિર્ણય કરવામાં આવ્યો.

તલાટી-કમ-મંત્રીની કામગીરી

ગ્રામ પંચાયત મંત્રીએ સરકારના પંચાયત વિભાગના કર્મચારી હોવાથી તે રાજ્ય સરકારના પંચાયત વિભાગને લગતી તમામ કામગીરી કરવાની થાય છે. પંચાયતની યોજનાઓને લગતી તમામ કામગીરી તથા પંચાયત વિભાગ દ્વારા સોંપવામાં આવતી તમામ કામગીરી ગ્રામ પંચાયત મંત્રીએ કરવાની થાય છે. જિલ્લાવાર ગ્રામ પંચાયત મંત્રીની ભરતી પંચાયત પસંદગી મંડળ દ્વારા કરવામાં આવે છે.

તલાટીની પરીક્ષા માટે હવે ગ્રેજ્યુએશન ફરજિયાત, ગુજરાતમાં પંચાયત વિભાગે નવા નિયમ જાહેર કર્યા 2 - image


Google NewsGoogle News