22મી ડિસેમ્બરે વેરા નિરીક્ષકની લેખિત પરીક્ષા, પહેલીવાર ઉમેદવારોની લેવાશે બાયો મેટ્રિકથી હાજરી
GPSC State Tax Inspector Exam: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-3ની ભરતી જાહેર કરાઈ હતી. જેની લેખિત પરીક્ષા 22મી ડિસેમ્બર 2024 લેવામાં આવશે. ત્યારે આ પરીક્ષાને લઈને GPSCના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે, 'રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષામાં પહેલીવાર બાયો મેટ્રિક ફિંગર પ્રિન્ટ લેવાશે. આ ઉપરાંત ઉમેદવારોને પરીક્ષામાં પહોંચવા એસટી બસની વ્યવસ્થા કરાઈ છે.'
હસમુખ પટેલે પત્રકાર પરિષદ યોજીને પરીક્ષા અંગેની સંપૂર્ણ માહિતી
રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા અંગેની માહિતી આપતાં હસમુખ પટેલે જણાવ્યું હતે કે, 'આ પરીક્ષા માટે 1.85 લાખ સહમતિ પત્ર આવ્યા છે, જ્યારે સમગ્ર જિલ્લામાં 754 પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત પહેલીવાર બાયો મેટ્રિક ફિગર પ્રિન્ટ સેન્ટર ખાતે લાવશે. ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે કોઈ તકલીફ ન પડે તે માટે વાહન વ્યવહારના એમડી સાથે ચર્ચા કરી છે. તેમને તમામ પરીક્ષા કેન્દ્ર સુધી ઉમેદવાર પહોંચે તેવી બસ વ્યવસ્થા કરી આપશે.'
આ પણ વાંચો: પંચમહાલની વાવકુલ્લી-2 દેશની શ્રેષ્ઠ પંચાયત, 45 વિજેતા પંચાયતમાંથી 42%માં મહિલા નેતૃત્વ
તેમણે જણાવ્યું હતું કે, 'એસટીઆઇ પરીક્ષાના કેટલાક ઉમેદવારોને એવી મૂંઝવણ છે કે તેમને સંમતિ પત્રક આપ્યું છે. પરંતુ કોઈ કારણસર પરીક્ષા આપી શકે તેમ નથી. આવા ઉમેદવારોએ મૂંઝાવવાની જરૂર નથી તેઓ પરીક્ષામાં ગેરહાજર રહી શકે છે.'