GPSC વિવિધ 70 પદ માટે ભરતી કરશે, આવતીકાલથી અરજી પ્રક્રિયા શરુ, જાણો તમામ વિગતો

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
GPSC વિવિધ 70 પદ માટે ભરતી કરશે, આવતીકાલથી અરજી પ્રક્રિયા શરુ, જાણો તમામ વિગતો 1 - image


GPSC Recruitment for Various Posts: ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) દ્વારા વિવિધ પોસ્ટ પર 70 પદ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જેના માટે અરજી પ્રક્રિયા આવતીકાલ 18 સપ્ટેમ્બરથી શરુ થશે. ઇચ્છુક અને લાયક ઉમેદવારો 3 ઑક્ટોબર સુધી ઓનલાઇન અરજી કરી શકશે.

આ પોસ્ટ પર થશે ભરતી

આસિસ્ટન્ટ ઈજનેર (મિકેનિકલ), ક્લાસ-2 : 34

ડેપ્યુટી એક્ઝિક્યુટીવ એન્જિનિયર (સિવિલ), ક્લાસ-2 (GWRDC): 06

એડિશનલ સીટી એન્જિનિયર (સિવિલ), ક્લાસ-1 (GMC): 01

આસિસ્ટન્ટ એન્જિનિયર (મિકેનિકલ), ક્લાસ-2 (GMC): 06

આસિસ્ટન્ટ પ્રોફેસર – પ્રોસ્થોડોન્ટીક્સ ઍન્ડ ક્રાઉન ઍન્ડ બ્રિજ: 04

આસિસ્ટન્ટ પ્રોફેસર- કન્ઝર્વેટીવ ડેન્ટીસ્ટ્રી ઍન્ડ એન્ડોડોન્ટીક્સ: 04

આસિસ્ટન્ટ પ્રોફેસર- ઓરલ એન્ડ મેક્ષીલોફેશીયલ સર્જરી: 06

આસિસ્ટન્ટ પ્રોફેસર- ઓર્થોડોન્ટીક્સ ઍન્ડ ડેન્ટોફેશીયલ ઓર્થોપેડીક: 05

આસિસ્ટન્ટ પ્રોફેસર- પેરીયોડોન્ટોલૉજી: 02

આસિસ્ટન્ટ પ્રોફેસર- ઓરલ પેથોલોજી ઍન્ડ માઇક્રોબાયોલૉજી: 01

આસિસ્ટન્ટ પ્રોફેસર- પબ્લિક હેલ્થ ડેન્ટીસ્ટ્રી: 01

આ પણ વાંચોઃઅમદાવાદમાં નોકરીની શોધ કરનારા માટે બેન્કમાં કામ કરવાની તક, ધોરણ 10 પાસ પણ અરજી કરી શકશે

GPSC વિવિધ 70 પદ માટે ભરતી કરશે, આવતીકાલથી અરજી પ્રક્રિયા શરુ, જાણો તમામ વિગતો 2 - image

લાયકાત

ઉપરોક્ત દર્શાવેલ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત પોસ્ટ આધારિત અલગ-અલગ રહેશે. તેમજ ભરતી પણ ગુજરાત જળસંપતિ વિકાસ નિગમ, ગાંધીનગર મહાનગર પાલિકા, સરકારી ડેન્ટલ કૉલેજોમાં થશે. આસિસ્ટન્ટ એન્જિનિયર, ડેપ્યુટી એક્ઝિક્યુટીવ એન્જિનિયર પદ માટે બીઈ-ટેક્ (મિકેનિકલ) કરેલું હોવું જોઈએ. જ્યારે ડેન્ટલ કૉલેજમાં ભરતી માટે એમડીએસ, DNBની ડિગ્રી હોવી જરૂરી છે.

પસંદગી

જીપીએસસીના 70 પદ માટે પસંદગી પ્રક્રિયા ત્રણ કેટેગરીમાં થશે. જેમાં પ્રથમ પ્રિલિમનરી પરીક્ષા જાન્યુઆરી-ફેબ્રુઆરી, 2025માં યોજાશે, ત્યારબાદ તેમાં પાસ થયેલા લોકોની મેઇન પરીક્ષા એપ્રિલ-મે, 2025માં યોજાશે. અંતે જૂન-જુલાઈ, 2025માં ઇન્ટરવ્યુ લેવામાં આવશે. વધુ માહિતી માટે આ લિંક પર ક્લિક કરી શકો છો.

GPSC વિવિધ 70 પદ માટે ભરતી કરશે, આવતીકાલથી અરજી પ્રક્રિયા શરુ, જાણો તમામ વિગતો 3 - image


Google NewsGoogle News